________________
૬૦ અધ્યાય : ૨-સૂત્ર-૩૦-૩૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર - સૂત્રાર્થ- અવિગ્રહગતિ હંમેશાં એક સમયના કાળવાળી જ હોય છે. અને વિગ્રહગતિમાં જીવ એક અથવા બે સમય અણાહારી હોય છે. ૨-૩૧.
ભાવાર્થ - જ્યારે જીવ મોક્ષે જાય છે ત્યારે વા વિનાની જ ગતિ હોય છે અને તેમાં ફક્ત ૧ સમય જ કાળ થાય છે. સાતરાજ જેટલું ક્ષેત્ર કાપીને જતા આ જીવને માત્ર ૧ સમય જ કાળ લાગે છે. વાસ્તવિકપણે તો જે સમયે નિર્વાણ પામે છે તે સમયે જ સાત રાજ ક્ષેત્ર કાપીને લોકોને પહોંચી જાય છે. એટલે સમયાન્તરને અણસ્પર્યા જાય છે. એમ જાણવું. અને સમશ્રેણીએ ઉપર જઇને વસે છે. તથા સંસારમાં પણ
જ્યારે એક ભવથી બીજા ભવમાં ઉત્પન્ન થતા જીવને જન્મમરણનું સ્થાન જો એક જ પંક્તિમાં આવતું હોય તો અવિગ્રહગતિ અને ૧ સમય જ કાળ લાગે છે. પરંતુ જો વક્રા કરવી પડે તો ૧ વક્રા કરવી પડે ત્યાં ર સમય, ૨ વક્રા કરવી પડે ત્યાં ૩ સમય, અને ૩ વક્રા કરવી પડે ત્યાં જ સમય કાળ લાગે છે. તેમાં મૃત્યુ પામીને નીકળે તે સમયે પૂર્વભવના શરીરથી આ જીવ આહાર લે છે અને છેલ્લા સમયે પરભવમાં પહોંચે ત્યારે તે ભવના શરીરથી આહાર લે છે. પરંતુ વચ્ચેના સમયોમાં આ જીવને ઔદારિકાદિ શરીર ન હોવાથી આહાર ગ્રહણ સંભવતું નથી. માટે અણાહારી હોય છે. તેથી અવિગ્રહગતિમાં કે ૧ વક્રાવાળી ગતિમાં જીવ આહારી જ છે. પરંતુ બે વક્રાવાળી ગતિમાં વચ્ચેનો ૧ સમય અણાહારી છે અને ત્રણ વક્રાવાળી ગતિમાં વચ્ચે ના ર સમય આ જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org