________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૨-સૂત્ર-૩૭-૩૮
૬૫
કહેવાય છે. આ જીવો સ્ત્રી-પુરુષના સંસર્ગ વિના જ ઉત્પન્ન થાય છે. ૨-૩૬.
औदारिकवैक्रियाहारकतैजसकार्मणानि शरीराणि २-३७ ઔદારિકવૈક્રિયાહારકતૈજસકાર્યણાનિ શરીરાણિ ૨-૩૭ ઔદારિક-વૈક્રિય-આહારક-તૈજસ-કાર્યણાનિ શરીરાણિ ૩૭
સૂત્રાર્થ- ઔદારિક-વૈક્રિય-આહારક-તૈજસ અને કાર્પણ એમ કુલ ૫ શરીરો છે. ૨-૩૭.
ભાવાર્થ-કોઈપણ જીવ પરભવમાં ઉત્પન્ન થયા પછી સૌથી પ્રથમ આહાર ગ્રહણ કરે છે. અને તે આહારમાંથી જીવન જીવવાના આધારભૂત શરીર બનાવે છે. શરીર એટલે શીયંતે યક્ તવ્ શરીર= જે નાશ પામે તે શરીર. તેના પાંચ ભેદ છે. હાડકાં-માંસ-ચરબી-રુધીર-આદિ સાત ધાતુઓનું બનેલું જે શરીર તે ઔદારિકશરીર. જે નાનું-મોટું થાય. પાણીમાં અને ભૂમિ ઉપર ચાલનારૂં બને, તથા દૃશ્ય-અદૃશ્ય થાય તે વૈક્રિયશરી૨. ચૌદપૂર્વધર મહાપુરુષો તીર્થંકર પરમાત્માની ઋદ્ધિ આદિ જોવા માટે જે શરીર બનાવે તે આહારક શરીર. ભુક્ત આહારને પકાવનારૂં જે શરીર તે તૈજસશરીર. અને કર્મસ્વરૂપે જે શરીર તે કાર્મણશરીંર. એમ શરીર પાંચ પ્રકારનું છે. ૨-૩૭.
Jain Education International
परं परं सूक्ष्मम् પરં પરં સૂક્ષ્મસ્ પરં પરં સૂક્ષ્મસ્
૨-૩૮
૨-૩૮
૨૩૮
For Private & Personal Use Only
www.jainelibrary.org