________________
૫૮
અધ્યાય : ર-સૂત્ર-૨૮-૨૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર આકાશપ્રદેશોની પંક્તિ પ્રમાણે જ જીવ ગમન કરે છે. મૃત્યુ બાદ ચારદિશા અને ઉપર, નીચે એમ છ દિશામાંથી કોઈપણ એક દિશામાં બાંધેલા આયુષ્યના આધારે જીવનું ગમન થાય છે. ઘણા લોકો એમ સમજે છે કે જીવ મૃત્યુ પામે એવો તુરત જ એકવાર ઉપર જાય, અને પછી બાંધેલા આયુષ્ય પ્રમાણે જાય. પરંતુ આ વાત બરાબર નથી. કારણ કે કર્મોના બંધન વિનાનો જીવ નિયમા ઉર્ધ્વગતિ જ કરે છે. બાકીના જીવો કર્મોના બંધનને વશ હોવાથી આયુષ્યના આધારે ગતિ કરે છે. અન્યથા છઠ્ઠા કર્મગ્રંથના ભાંગાઓની પણ સંગતિ થતી નથી.ર-૨૬-૨૭.
વિપ્ર ગીવર્ય ૨-૨૮ અવિગ્રહા જીવસ્ય ૨-૨૮ અવિગ્રહ જીવસ્ય ૨-૨૮
વિઘવતી સ્ત્ર સંસારિ: પ્રાણ વાગ્યેઃ ૨-૨૯ વિગ્રહવતી ચ સંસારિણઃ પ્રાક ચતુર્ભઃ ૨-૨૯ વિગ્રહવતી ચ સંસારિણઃ પ્રાર્ક ચતુર્ભુઃ ૨-૨૯
સૂત્રાર્થ - મુક્તિગામી જીવની ગતિ વક્રા વિનાની હોય છે. અને સંસારી જીવની ગતિ વક્રાવાળી અને વક્રા વિનાની એમ બન્ને જાતની હોય છે. અને વધુમાં વધુ ચારની પૂર્વે એટલે ત્રણ વક્રાવાળી ગતિ હોય છે. ર-૨૮-૨૯.
ભાવાર્થ-જ્યારે આ આત્મા સંસાર સમાપ્ત કરી, સર્વ કર્મ ક્ષય કરી શુદ્ધ-બુદ્ધ-નિરંજન-નિરાકાર થયો છતો મુક્તિગામી થાય છે. ત્યારે જ્યાં દેહત્યાગ કરે છે. તેના જ બરાબર લેવલમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org