________________
પ૬
અધ્યાય : ૨-સૂત્ર-૨૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભમરા-ભમરી-બગાઈ-વીંછી-તીડ-અને માખી વગેરે જીવોને ચક્ષુ સાથે ચાર ઈન્દ્રિયો હોય છે. તથા મનુષ્ય-તિર્યંચ-દેવ અને નારકજીવોને શ્રોત્ર સાથે કુલ પાંચે પાંચ ઈન્દ્રિયો હોય છે. મૂલસૂત્રમાં ઉદાહરણ તરીકે ફક્ત એક-એકનો ઉલ્લેખ છે. તથા આંધળા, બહેરા, બોબડા વગેરે વિક્લાંગ જીવોને પણ પંચેન્દ્રિય જ સમજવા. માત્ર દ્રવ્યેન્દ્રિયની ખામી જાણવી. ૨-૨૪.
સંનિ: સંમના : ૨-૨પ સંશિનઃ સમનસ્કા: ૨-૨૫
સંઝિનઃ સમનસ્કાઃ ૨-૨૫ સૂત્રાર્થ -સંજ્ઞી પંચેન્દ્રિય જીવો મનસહિત હોય છે. અથવા મનસહિત જે જીવો તે સંજ્ઞી કહેવાય છે. ર-૨૫.
- ભાવાર્થ-ભૂત-ભાવિના અનુભવોના આધારે જે દીર્ઘકાલની વિચારણા કરવાની શક્તિ તે દીર્ધકાલિકી સંજ્ઞા કહેવાય છે. આવી સંજ્ઞા જે જીવોને હોય છે તે સંજ્ઞી કહેવાય છે. આવા સંજ્ઞી જીવો હંમેશાં મનવાળા હોય છે. કારણ કે મન દ્વારા દીર્ઘકાળની ચિંતવણા-વિચારણા થાય છે. તેમાં પણ દેવ-નારકી અને ગર્ભજમનુષ્ય અને ગર્ભજ તિર્યંચોને જ સંજ્ઞી કહેવાય છે. બાકીના જીવો સંજ્ઞારહિત (મન વિનાના) હોવાથી અસંજ્ઞી કહેવાય છે. અસંજ્ઞી જીવો સંમૂર્ણિમ જ હોય છે અને સંમૂર્ણિમ જીવો અસંજ્ઞી જ હોય છે. ગર્ભજ તથા ઉપપાત જન્મવાળા જીવો જ સંજ્ઞી હોય છે. અને આ બે જન્મવાળા જીવો સંજ્ઞી જ હોય છે. ર-૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org