________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૧-સૂત્ર-૧૭-૧૯ ૧૯ છે. ફક્ત ચહ્યું અને મનનો વ્યંજનવાળો અવગ્રહ હોતો નથી. ૧-૧૭-૧૮-૧૯.
ભાવાર્થ - પંદરમા સૂત્રમાં જે અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એમ મતિજ્ઞાનના ચાર ભેદો કહ્યા છે, તે અર્થના થાય છે. તેમાંનો પ્રથમ ભેદ જે અવગ્રહ છે. તે વ્યંજનનો પણ થાય છે. છતાં તે વ્યંજનનો અવગ્રહ ચક્ષુ તથા મન ઈન્દ્રિયનો થતો નથી. વ્યંજન એટલે ઇન્દ્રિય અને વિષયનો સંબંધ માત્ર. આ વ્યંજનાગ્રહમાં “આ કંઇક છે” એવો સામાન્ય અર્થ બોધ પણ હોતો નથી.
આ કંઈક છે” “આ શું હશે? સર્પ હશે કે રજુ”? ના, આ સર્પ નથી પરંતુ રજુ જ છે. ઈત્યાદિ અર્થનું ચિંતનમનનવિચારણા જેમાં થાય છે, તેવા બોધને અર્થનો બોધ કહેવાય છે. તેથી અવગ્રહાદિ ચારે આવા ચિંતનાત્મક હોવાથી મનનાત્મક હોવાથી, અર્થ બોધ રૂપ હોવાથી અર્થાત્મક છે. પરંતુ તેમાંનો પ્રથમભેદ જે અવગ્રહ છે. તે અર્થનો પણ હોય છે. અને વ્યંજનનો પણ હોય છે. આવા ચિંતન-મનન વિના માત્ર ઈન્દ્રિયની સાથે વિષયનું જોડાણ તે વ્યંજન કહેવાય છે. નિદ્રાધીન માણસને ૮/૧૦ બુમો પાડી. છતાં જ્યાં સુધી તે માણસ જાગે નહીં ત્યાં સુધી શ્રોત્રેન્દ્રિય અને શબ્દ આ બન્નેનો સંબંધમાત્ર જ જે થાય છે. ચિંતન થતું નથી તે વ્યંજનનો (વિષયનો) અવગ્રહ કહેવાય છે. આવા પ્રકારનો વિષયસંબંધી ઇન્દ્રિય અને વિષયના સંબંધ માત્ર રૂપ અવગ્રહ સ્પર્શન- રસના- ઘાણ અને શ્રોત્ર એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org