________________
૨૬ અધ્યાય : ૧-સૂત્ર-૨૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર પાત દ્વારા વિશેષતા (ભદ) છે. ઋજુમતિ કરતાં વિપુલમતિ વધારે વિશુદ્ધ છે. અને ઋજુમતિ આવેલું હોય તો ચાલ્યું પણ જાય છે માટે પ્રતિપાતી છે. જ્યારે વિપુલમતિ મન:પર્યવ જ્ઞાન પ્રગટ થયું હોય તો પ્રાપ્ત થયા પછી જતું નથી માટે અપ્રતિપાતી છે. બન્ને ભેદોમાં આટલો તફાવત છે. ૧-૨૫.
વિશદ્ધિક્ષેત્રવાભિવિષોવથમન:પર્યાયઃ ૧-૨૬ વિશુદ્ધિક્ષેત્રસ્વામિવિષયેભ્યોવધિમન:પર્યાયયોઃ ૧-૨૬ વિશુદ્ધિ-ક્ષેત્ર-સ્વામિ-વિષયેભ્ય અવધિ-મના પર્યાયયોઃ ૧-૨૬
સુત્રાર્થ-અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાનની વચ્ચે વિશુદ્ધિ દ્વારા, ક્ષેત્ર દ્વારા, સ્વામિ. દ્વારા, અને વિષય દ્વારા તફાવત છે. ૧-૨૬.
ભાવાર્થ-ત્રીજા અવધિજ્ઞાન અને ચોથા મન:પર્યવજ્ઞાનની વચ્ચે નીચે મુજબની ચાર પ્રક્રિયાથી તફાવત છે. (૧) વિશુદ્ધિ - અવધિજ્ઞાન કરતાં મન:પર્યાય જ્ઞાન વધારે વિશુદ્ધ
છે. અવધિજ્ઞાન પોતાના વિષયને જેવો જોઈ શકે છે, તેના કરતાં મન:પર્યવજ્ઞાનવાળા જીવો મન:પર્યવ-જ્ઞાનથી પોતાના વિષયને વધારે સ્પષ્ટ દેખે છે. કારણક કે ઋજુમતિ અને
વિપુલમતિવાળા આત્માની નિર્મળતા વધારે હોય છે. (૨) ક્ષેત્ર - અવધિજ્ઞાનથી જાણવા લાયક ક્ષેત્ર (ક્ષેત્રગત રૂપી
પદાર્થો) ચૌદ રાજલોક છે. અને અલોકમાં પણ લોક પ્રમાણ અસંખ્યાત ખંડુક જોવાની શક્તિ છે. જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org