________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૧-સૂત્ર-૩૩
૩૧ सदसतोरविशेषाद् यदृच्छोपलब्धेरुन्मत्तवत् १-33 સદસતોરવિશેષા યોપલબ્ધરુન્મત્તવત્ - ૧-૩૩ સ–અસતો અવિશેષાદ્યદેચ્છા-ઉપલબ્ધઃ ઉન્મત્તવત્ ૧-૩૩
સૂત્રાર્થ - મિથ્યાષ્ટિ જીવોને સત્ અને અસત્ની અવિશેષતા હોવાથી તથા પોતાની ઈચ્છા મુજબ શાસ્ત્રોનો અર્થબોધ કરતા હોવાથી ઉન્માદી અથવા ગાંડા માણસની જેમ તે જીવોનું જ્ઞાન તે અજ્ઞાન છે. ૧-૩૩.
ભાવાર્થ - મિથ્યાદષ્ટિ જીવો એકાન્તવાદી હોય છે. જગતના તમામ પદાર્થો સ્વ-સ્વરૂપે સત્(અસ્તિ) હોય છે અને પરસ્વરૂપે અસત્ (નાસ્તિ) હોય છે. જેમ કે ઘટ એ ઘટરૂપે સત્ છે અને પટરૂપે અસત્ છે. છતાં મિથ્યાષ્ટિ જીવો એકલું સત્ જ અથવા એકલું અસત્ જ માનતા હોવાથી તેમનું જ્ઞાન એ અજ્ઞાન છે. આ સર્વથા ઘટમાત્ર જ છે. એમ માનવાથી ઇતર એવા પટાદિના નાસ્તિત્વનો તથા મૃત્વ, પુદ્ગલત્વ વગેરે બીજા અન્વય ધર્મોનો ઉચ્છેદ થઈ જાય છે. માટે તેઓનું જ્ઞાન તે અજ્ઞાન છે. તથા દરેક શાસ્ત્રોના અર્થ તેમને પોતાને અનુકૂલ પડે તે રીતે કરતા હોવાથી પણ તેમનું જ્ઞાન અજ્ઞાન છે. જેમ ગાંડા માણસનું જાણેલું અને બોલાયેલું વાક્ય મિથ્યા હોય છે. તેમ મિથ્યાદષ્ટિ જીવોનું જ્ઞાન એકાન્ત હોવાથી, સત્-અસત્ના વિવેક વિનાનું હોવાથી અને ઈચ્છા મુજબ અર્થબોધ કરતા હોવાથી અજ્ઞાન કહેવાય છે. ૧-૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org