________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૧-સૂત્ર-૩૪
૩૩ થયો છે એમ કહેવું. “આ રસ્તો ક્યાં જાય છે?” એમ કહેવું. આ બધાં વાક્યોમાં ઉપચારની પ્રધાનતા હોવાથી નૈગમ નય કહેવાય છે. ઉપચાર પ્રધાનદૃષ્ટિ તે નૈગમનય.
(૨) સંગ્રહનય - અનેક વસ્તુઓમાં એકીકરણની જે દૃષ્ટિ તે સંગ્રહાય. ત્રસ અને સ્થાવર જીવોને આ સર્વે જીવમાત્ર છે એમ જાણવું. સોના-રૂપા અને તાંબાના ઘટને આ સર્વે ઘટમાત્ર છે એમ જાણવું તે.
(૩) વ્યવહારનય-પૃથક્કરણ કરવાની જે દૃષ્ટિ તે વ્યવહાર નય. વિશેષ ધર્મ ગ્રહણ કરવાની જે દૃષ્ટિ તે વ્યવહારનય. નિકટના ભૂત-ભાવિ-વર્તમાન એમ ત્રણે કાળને ગ્રહણ કરનારની જે દૃષ્ટિ તે વ્યવહારનય. જેમ કે જીવોના બે ભેદ છે. ત્રસ અને સ્થાવર. સાકર મીઠી હોય છે, ગુલાબ સુગંધી હોય છે. શેઠના છોકરાને શેઠ કહેવો. રાજાના છોકરાને રોજા કહેવો ઈત્યાદિ.
(૪) ઋજુસૂત્રનય - વર્તમાનકાળને સ્વીકારે છે અથવા પોતાની વસ્તુને જ વસ્તુ માને તે ઋાસૂત્ર નય. જેમ કે ભૂતકાળમાં કોઈ માણસ ધનવાન હોય પરંતુ વર્તમાનકાળે તે ધનરહિત હોય તો તેને ધનરહિત જ માનવો. તથા પોતાના ધનથી જ જીવને ધનવાન માનવો. પિતા કે પુત્રના ધનથી અથવા ભાઈના ધનથી પોતાને ધનવાન ન માનવો. તે ઋજુસૂત્ર નય.
(૫) શબ્દનય- શબ્દને પકડીને વાત કરે, બોલાયેલા શબ્દોની જેમાં પ્રધાનતા હોય તે શબ્દનય. જેમ કે શાન્તિ જેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org