________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૨-સૂત્ર-૬ गतिकषायलिङ्गमिथ्यादर्शनाज्ञानासंयतासिद्धत्वलेश्याश्चतुश्चतुस्त्र्येकैकैकैकषड्भेदाः
૨-૬ ગતિકષાયલિંગમિથ્યાદર્શનાજ્ઞાનાસંયતાસિદ્ધત્વલેશ્યાશ્ચતુતુત્યેકેકકૈકષભેદાઃ ૨- ગતિ-કષાય-લિંગ-મિથ્યાદર્શન-અજ્ઞાન-અસંયતઅસિદ્ધત્વલેશ્યાઃ ચતુચતુઃત્રિ એક એક એક એકષભેદાઃ
સૂત્રાર્થઔદયિકભાવના ૨૧ ભેદો છે. તે આ પ્રમાણેગતિ-કષાય-લિંગ-મિથ્યાદર્શન-અજ્ઞાન-અસંયમ-અસિદ્ધત્વ અને લેશ્યાના અનુક્રમે ૪+૪+૩+૧+૧+૧+૧+૬= કુલ ૨૧ ભેદો છે. ર-૬.
ભાવાર્થ - આ ઔદયિક ભાવ આઠે કર્મોનો હોય છે. તેથી તેના ૧૫૮ ભેદ પણ કહી શકાય છે. પરંતુ પૂર્વાચાર્યોએ પ્રસિદ્ધ એવા ૨૧ ભેદોનો જ પૂર્વશાસ્ત્રોમાં ઉલ્લેખ કરેલો છે. તેથી અહીં પણ ગ્રંથકારે ૨૧ ભેદો કહ્યા છે. તે આ પ્રમાણે
મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારકી એમ ચાર ગતિ, ક્રોધ, માન, માયા, લોભ એમ ચાર કષાય. સ્ત્રી, પુરુષ અને નપુંસક એ ત્રણ લિંગ. મિથ્યાદર્શન, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધત્વ, અને કૃષ્ણ, નીલ, કપોત, તેજો, પદ્મ, શુક્લ એમ ૬ પ્રકારની વેશ્યા. આ પ્રમાણે ૨૧ ભેદો છે. ચાર ગતિ એ ગતિનામકર્મના ઉદયથી થાય છે. ક્રોધાદિ ચારકષાયો મોહનીયકર્મના ઉદયથી થાય છે. ત્રણ લિંગ એ ત્રણ વેદ નામના નોકષાય મોહનીયના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org