________________
૪૪
અધ્યાય : ૨-સૂત્ર-૭
તત્ત્વાર્થાધિગમસૂત્ર
ઉદયથી થાય છે. મિથ્યાદર્શન એ મિથ્યાત્વમોહનીયના ઉદયથી થાય છે. અજ્ઞાન એ જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી થાય છે. અસંયતપણું એ ચારિત્રમોહનીયકર્મના ઉદયથી થાય છે. અસિદ્ધત્વ એ આઠે કર્મોના ઉદયથી થાય છે. તથા છ લેશ્યાઓ એ મોહનીય સહષ્કૃત નામકર્મના ઉદયજન્ય છે. આ બધા ભાવો કર્મોના ઉદયજન્ય છે. માટે ઔદયિકભાવ કહેવાય છે. આ પ્રમાણે કર્મોના ઉદયથી આત્મામાં જે જે પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે. તે સર્વે ઔયિકભાવ કહેવાય છે. આ ઔદિયકભાવ પૂર્વે બાંધેલા આઠે કર્મોમાંથી યથાયોગ્ય તે તે કર્મના ઉદયથી થાય છે. અને આ કર્મો બાંધનાર જીવ છે તેથી આ ઔદાયિક ભાવના ભેદો જીવને જ હોઇ શકે છે. પરંતુ જીવના સહયોગથી અજીવને પણ ઔદિયકભાવ કહેવાય છે. એમ શાસ્ત્રકાર પુરુષો કહે છે. જેમ કૃષ્ણવર્ણ નામકર્મ બાંધ્યુ હોય છે જીવે, પરંતુ તેના ઉદયથી કાળા રંગ રૂપે પરિણામ પામવાપણું પુદ્ગલમાં અનુભવાય છે. આ રીતે અજીવને પણ ઔદિયકભાવ ઘટે છે. ચોથા કર્મગ્રંથમાં કહ્યું છે કે ભાવે સુંધી ૩૫ વિ. ૨-૬.
जीवभव्याभव्यत्वादीनि च
૨-૭
૨-૭
જીવભવ્યાભવ્યત્વાદીનિ ચ જીવ-ભવ્ય-અભવ્યત્વ-આદીનિ ચ ૨-૭
સૂત્રાર્થ-જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ વગેરે ભાવો પારિણામિક ભાવના ભેદો છે. ૨-૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org