________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૨-સૂત્ર-૮-૯ ૪પ
ભાવાર્થ - કર્મોની અપેક્ષા વિનાની વસ્તુમાં રહેલો છે સહજસ્વભાવ તે પારિણામિકભાવ. જો કે આ પરિણામિકભાવ સર્વ દ્રવ્યોમાં છે. કારણ કે તે તે દ્રવ્યોમાં તેવો તેવો સહજસ્વભાવ છે જ. છતાં પૂર્વશાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે અહીં જીવને આશ્રયી મુખ્યત્વે ત્રણ ભેદો કહેવાય છે. જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ. ચૈતન્યભાવવાળાપણું તે જીવત્વ, મુક્તિગમનની યોગ્યતાવાળાપણું તે ભવ્યત્વ, અને મુક્તિ-ગમનની અયોગ્યતાવાળાપણું તે અભવ્યત્વ. એમ મુખ્યત્વે પારિણામિકભાવના ત્રણ ભેદ છે છતાં સૂત્રમાં કહેલા આદિ શબ્દથી બીજા પણ પરિણામિકભાવના ઘણા ભેદો સમજી લેવા. જેમ કે અસંખ્યપ્રદેશિત્વ પર્યાયિત્વ, અસ્તિત્વ તથા અજીવમાં અજીવત્વ, રૂપિત્વ, જડત્વ, પર્યાયવત્ત્વ અને દ્રવ્યત્વ વગેરે પારિણામિક ભાવના ઘણા ભેદો છે. એવી જ રીતે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં પણ અસંખ્યપ્રદેશિત્વ, લોકાકાશવ્યાપિત્વ વગેરે પરિણામિક ભાવના ભેદો જાણવા. ૧-૭.
૨-૮
उपयोगो लक्षणम् ઉપયોગો લક્ષણમ્ ઉપયોગઃ લક્ષણમ્
૨-૮
૨-૮
૨-૯
स द्विविधोष्टचतुर्भेदः સ દ્વિવિધાષ્ટચતુર્ભેદઃ ૨-૯ સઃ દ્વિવિધ અષ્ટ ચતુઃ ભેદઃ ૨-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org