________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૨-સૂત્ર-૧૧-૧૨ ૪૭
સમક્ઝામનt: ૨-૧૧ સમનસ્કામનસ્કા: ૨-૧૧
સમનસ્ક-અમનસ્કાઃ ૨-૧૧
સૂત્રાર્થ-જીવોના બે ભેદ છે સંસારી અને મુક્ત. અથવા સમનસ્ક અને અમનસ્ક. ૨-૧૦, ૧૧.
ભાવાર્થ-ચૈતન્યગુણ જેમાં હોય તેને જીવ કહેવાય છે. તે જીવદ્રવ્યના મુખ્યત્વે બે ભેદ છે. સંસારી અને મુક્ત. જન્મમરણવાળા જે જીવો એટલે કે કર્મવાળા જે જીવો તે સંસારી. અને જન્મમરણ વિનાના એટલે કે કર્મ વિનાના જે જીવો તે મુક્ત જીવ કહેવાય છે. અથવા ભૂત-ભાવિના વિચારો કરવાની મન સંજ્ઞાવાળા જ જીવો તે સમનસ્ક (સંજ્ઞી) અને વિચારક શક્તિ (મન) વિનાના જે જીવો તે અમનસ્ક જીવો કહેવાય છે. સારાંશ કે જીવોના સંસારી અને મુક્ત અથવા સમનસ્ક અને અમનસ્ક એમ બે રીતે બે બે ભેદો છે. ૨-૧૦-૧૧.
સંસારિરિસ્થાવરી: ૨-૧ર સંસારિણસ્ત્રસસ્થાવરાઃ ૨-૧૨ સંસારિણ: ત્રાસ-સ્થાવરાઃ ૨-૧૨
સૂત્રાર્થ - સંસારી જીવોના બે ભેદ છે. ત્રસ અને સ્થાવર. ૨-૧૨.
ભાવાર્થ - જન્મ-મરણવાળા સંસારી જીવોના બે ભેદ છે. ત્રસ અને સ્થાવર. સુખ અને દુઃખના ઈષ્ટ-અનિષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org