________________
૪૧
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ર-સૂત્ર-૫
મૂલસૂત્રમાં સાતગુણોનો શબ્દથી ઉલ્લેખ કર્યો છે અને છેલ્લા બે ગુણો વ શબ્દની ઉપરના સૂત્રમાંથી આકર્ષવાના છે.
આ પ્રમાણે ક્ષાયિકભાવના કુલ-૯ ભેદ છે. ૨-૪. ज्ञानाज्ञानदर्शनदानादिलब्धयश्चतुस्त्रित्रिपञ्चभेदाः सम्यक्त्वचारित्रसंयमासंयमाश्च જ્ઞાનાજ્ઞાનદર્શનદાનાદિલબ્ધયશ્ચતુસ્ત્રિત્રિપંચભેદાઃ સમ્યકત્વચારિત્રસંયમસંયમાશ્ચ ૨-૫ જ્ઞાન-અજ્ઞાન-દર્શન-દાનાદિલબ્ધયઃ ચતુઃત્રિત્રિપંચ ભેદાઃ-સમ્યકત્વ-ચારિત્ર-સંયમસંયમા ચ -૫
સૂત્રાર્થ - જ્ઞાન ચાર ભેદે, અજ્ઞાન ત્રણ ભેદે, દર્શન ત્રણ ભેદે અને દાનાદિ લબ્ધિઓ પાંચ ભેદે ક્ષયોપશમભાવની છે તથા સમ્યકત્વ, ચારિત્ર અને સંયમસંયમ એમ કુલ ૧૮ ભેદો ક્ષયોપશમ ભાવના છે. ૨-૫.
ભાવાર્થ - ક્ષાયોપથમિક ભાવ ચાર ઘાતકર્મોનો જ હોય છે. આ ચાર કર્મોનો જ ઉદિત એવો તીવ્ર રસ મંદ કરીને ઉદય સ્વરૂપે ભોગવીને આ જીવ ક્ષય કરે છે તથા અનુદિત રસને ઉપશમાવે છે (કે જે કર્મોનો રસ ઉદીરણાદિના બળે ઉદયમાં આવીને ગુણોને ઢાંકે તેવો હતો તેને ઉપશમાવે છે એટલે કે ઉદયમાં ન આવે તેવો કરે છે.) તેથી તરતમભાવે ગુણો પ્રગટ થાય છે. તેને ક્ષાયોપથમિક ભાવજન્ય ગુણો કહેવાય છે તેના ૧૮ ભેદો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org