SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ર-સૂત્ર-૫ મૂલસૂત્રમાં સાતગુણોનો શબ્દથી ઉલ્લેખ કર્યો છે અને છેલ્લા બે ગુણો વ શબ્દની ઉપરના સૂત્રમાંથી આકર્ષવાના છે. આ પ્રમાણે ક્ષાયિકભાવના કુલ-૯ ભેદ છે. ૨-૪. ज्ञानाज्ञानदर्शनदानादिलब्धयश्चतुस्त्रित्रिपञ्चभेदाः सम्यक्त्वचारित्रसंयमासंयमाश्च જ્ઞાનાજ્ઞાનદર્શનદાનાદિલબ્ધયશ્ચતુસ્ત્રિત્રિપંચભેદાઃ સમ્યકત્વચારિત્રસંયમસંયમાશ્ચ ૨-૫ જ્ઞાન-અજ્ઞાન-દર્શન-દાનાદિલબ્ધયઃ ચતુઃત્રિત્રિપંચ ભેદાઃ-સમ્યકત્વ-ચારિત્ર-સંયમસંયમા ચ -૫ સૂત્રાર્થ - જ્ઞાન ચાર ભેદે, અજ્ઞાન ત્રણ ભેદે, દર્શન ત્રણ ભેદે અને દાનાદિ લબ્ધિઓ પાંચ ભેદે ક્ષયોપશમભાવની છે તથા સમ્યકત્વ, ચારિત્ર અને સંયમસંયમ એમ કુલ ૧૮ ભેદો ક્ષયોપશમ ભાવના છે. ૨-૫. ભાવાર્થ - ક્ષાયોપથમિક ભાવ ચાર ઘાતકર્મોનો જ હોય છે. આ ચાર કર્મોનો જ ઉદિત એવો તીવ્ર રસ મંદ કરીને ઉદય સ્વરૂપે ભોગવીને આ જીવ ક્ષય કરે છે તથા અનુદિત રસને ઉપશમાવે છે (કે જે કર્મોનો રસ ઉદીરણાદિના બળે ઉદયમાં આવીને ગુણોને ઢાંકે તેવો હતો તેને ઉપશમાવે છે એટલે કે ઉદયમાં ન આવે તેવો કરે છે.) તેથી તરતમભાવે ગુણો પ્રગટ થાય છે. તેને ક્ષાયોપથમિક ભાવજન્ય ગુણો કહેવાય છે તેના ૧૮ ભેદો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy