SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૨-સૂત્ર-૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર ૭ ભેદો ઉપશમાવવાથી સમ્યક્ત્વ આવે છે. અને મોહનીયકર્મના બાકીના ૨૧ ભેદો ઉપશમાવવાથી ચારિત્ર આવે છે. ४० ઉપશમસમ્યક્ત્વ - ૪થી૧૧ સુધી હોય છે. અને ઉપશમચારિત્ર ૯થી૧૧માં હોય છે. ૨-૩. ज्ञानदर्शनदानलाभभोगोपभोगवीर्याणि च ૨-૪ જ્ઞાનદર્શનદાનલાભભોગોપભોગવીર્યાણિ ચ જ્ઞાન-દર્શન-દાન-લાભ-ભોગ-ઉપભોગ-વીર્યાણિ ચ ૨-૪ ૨-૪ સૂત્રાર્થ- જ્ઞાન-દર્શન-દાન-લાભ-ભોગ-ઉપભોગ-વીર્ય અને સમ્યક્ત્વ તથા ચારિત્ર એમ ક્ષાયિકભાવના કુલ નવ ભેદો છે. ૨-૪. ભાવાર્થ - ચાર ઘાતીકર્મોનો સર્વથા ક્ષય થવાથી આત્મામાં જે ગુણ પ્રગટ થાય છે. તેને ક્ષાયિક ભાવ કહેવાય છે. તેના નવ ભેદો છે. આ નવભેદો ચાર ઘાતીકર્મોના ક્ષયથી પ્રગટ થાય છે. તે આ પ્રમાણે (૧) કેવલજ્ઞાન - જ્ઞાનાવરણીયકર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે. (૨) કેવલદર્શન - દર્શનાવરણીયકર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે. (૩) દાનાદિ પાંચલબ્ધિ - અંતરાયકર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે. (૮) ક્ષાયિકસમ્યક્ત્વ-મિથ્યાત્વમોહનીયાદિ દર્શન સપ્તકના ક્ષયથી આ સમ્યક્ત્વ પ્રગટ થાય છે. (૯) ક્ષાયિકચારિત્ર-ચારિત્રમોહનીયકર્મના ક્ષયથી ક્ષાયિકભાવનું ચારિત્ર આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy