________________
૪૨
અધ્યાય : ૨-સૂત્ર-પ તત્ત્વાર્થાધિગમસૂત્ર ૧. ૪ જ્ઞાન અને ૩ અજ્ઞાન જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી
મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવજ્ઞાન. આ ચારે જ્ઞાનો સમ્યગ્દષ્ટિમાં પ્રગટ થયા હોય તો ચારે જ્ઞાની કહેવાય છે અને મિથ્યાત્વના ઉદયવાળો જીવ જો હોય તો આ ચારમાંથી પ્રથમનાં ત્રણ જ જ્ઞાનો થાય છે. અને તે પણ મિથ્યાત્વના ઉદય સહકૃત હોવાથી મિથ્યાજ્ઞાન અથવા અજ્ઞાન કહેવાય છે.
મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન. ૨. ૩ દર્શન દર્શનાવરણીયકર્મના ક્ષયોપશમથી ચક્ષુદર્શન,
અચક્ષુદર્શન અને અવધિદર્શન એમ ત્રણ દર્શનગુણ પ્રગટ
થાય છે. ૩. સમ્યક્ત્વ-સંયમાસંયમ અને સંયમ = આ ત્રણ ગુણો
મોહનીયકર્મના ક્ષયોપશમથી થાય છે. ત્યાં મોહનીયકર્મમાં દર્શનસપ્તકના (મિથ્યાત્વ-મિશ્ર-સમ્યકત્વ મોહનીય તથા અનંતાનુબંધી ૪ એમ સાતના) ક્ષયોપશમથી સમ્યકત્વ ગુણ પ્રગટે છે. અપ્રત્યાખ્યાનીય ચારકષાયના ક્ષયોપશમથી દેશવિરતિ (સંયમસંયમ) ગુણ પ્રગટે છે. અને શેષ ૧૭ ચારિત્રમોહનીયકર્મની પ્રકૃતિઓના ક્ષયોપશમથી અને તેમાં મુખ્યત્વે પ્રત્યાખ્યાનાવરણ ક્ષાયના ક્ષયોપશમથી સર્વવિરતિ
ચારિત્ર ગુણ પ્રગટ થાય છે. ૪. ૫ લબ્ધિઓ અંતરાય કર્મના ક્ષયોપશમથી દાનાદિ પાંચ લબ્ધિઓ પ્રગટ થાય છે. આ પ્રમાણે ચાર ઘાતી કર્મોના યોપશમથી કુલ ૧૮ ગુણો જીવમાં પ્રગટ થાય છે. ૨-૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org