________________
અધ્યાય : ૧-સૂત્ર-૩૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર नैगमसंग्रहव्यवहारर्जुसूत्रशब्दा नयाः ૧-૩૪ નૈગમસંગ્રહવ્યવહારર્જુસૂત્રશબ્દા નયાઃ ૧-૩૪ નગમ-સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્ર-શબ્દા: નયાઃ ૧-૩૪
સૂત્રાર્થ-નૈગમ-સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્ર અને શબ્દ આ પાંચ નયો છે. ૧-૩૪.
ભાવાર્થ - નય એટલે દૃષ્ટિ, નય એટલે અપેક્ષા, વસ્તુતત્ત્વ સમજવા માટે જુદી જુદી દૃષ્ટિઓથી વસ્તુઓનું સ્વરૂપ જોવામાં આવે છે. તેને નય કહેવાય છે. દ્રવ્યની પ્રધાનતાવાળી જે દૃષ્ટિ તે દ્રવ્યાર્થિક નય, અને પર્યાયની પ્રધાનતા વાળી જે દૃષ્ટિ તે પર્યાયાર્થિક નય.
દ્રવ્યદૃષ્ટિએ સર્વે વસ્તુઓ અનાદિથી છે. અને અનંતકાળ રહેવાવાળી છે. માટે ધ્રુવ છે. જ્યારે પર્યાયાર્થિક નયની દૃષ્ટિએ સર્વે વસ્તુઓ પ્રતિસમયે નવા નવા પર્યાયને પામતી પરિવર્તનવાળી છે. માટે ઉત્પાદ-વ્યયવાળી છે. તે બન્ને નયોના થઇને કુલ પાંચ પેટાભેદો છે. તથા પાંચના સાત ભેદ પણ થાય છે. પાંચ ભેદ આ પ્રમાણે -
(૧) નૈગમનય - જ્યાં વસ્તુનું સ્વરૂપ હોય નહી. પરંતુ ભાવિમાં આવવાનું હોય અથવા દૂર પણ કારણ બનતું હોય, અથવા સદશતા હોય એટલે ઉપચાર કરવામાં આવે છે. જેમકે મરીચિના ભવમાં મરીચિને ભગવાન્ મહાવીર કહેવા. વરસાદ વરસતો હોય તેને સોનું વરસે છે એમ કહેવું. તોફાને થયેલી નદીને “સમુદ્ર”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org