________________
૨૮ અધ્યાય : ૧-સૂત્ર-૨૮-૨૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર સર્વદ્રવ્યો જાણી શકાય છે. પરંતુ તેના સર્વપર્યાયો જાણી શકાતા નથી. કારણ કે આ બન્ને જ્ઞાનો ક્ષયોપશમ ભાવનાં છે. અને ક્ષયોપશમ ભાવ તે તે કર્મના ઉદય સાપેક્ષ હોવાથી કેટલુંક મતિ-શ્રુતજ્ઞાન અવરાયેલું પણ હોય જ છે. તેથી સર્વપર્યાયો જાણી શકાતા નથી.
રૂપિષ્યવઃ ૧-૨૮ રૂપિષ્યવધેઃ ૧-૨૮ રૂપિષ અવધઃ ૧-૨૮
તનિત્તમ મન:પર્યાયર્ચ ૧-૨૯ તદનન્તભાગે મન:પર્યાયસ્ય ૧-૨૯ તઅનન્તભાગે મન:પર્યાયસ્ય ૧-૨૯
સૂત્રાર્થ-અવધિજ્ઞાનનો વિષય રૂપિદ્રવ્યો છે. અને મન:પર્યાય જ્ઞાનનો વિષય તેનાથી અનતમો ભાગ છે. ૧-૨૮-૨૯.
ભાવાર્થ-વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ જેમાં હોય તેને રૂપી કહેવાય છે. પતિ થી સ રૂતિ રૂપી અવધિજ્ઞાનથી જ્યારે ઉત્કૃષ્ટ હોય ત્યારે) સમસ્ત રૂપી દ્રવ્યો જાણી શકાય છે. પુદ્ગલાસ્તિકાય એ રૂપી દ્રવ્ય છે. તેથી તે સમસ્ત પુદ્ગલ દ્રવ્ય જાણી શકાય છે. ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનનો આ વિષય છે. મન:પર્યવજ્ઞાનથી માત્ર મનોવર્ગણા જ જાણી શકાય છે. અને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org