________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
અધ્યાય : ૧-સૂત્ર-૨૭
૨૭
મન:પર્યાય જ્ઞાનથી તો માત્ર અઢીદ્વીપ પ્રમાણ જ ક્ષેત્ર (તગત સંજ્ઞી પં. જીવોના મનોગતભાવો) દેખાય છે. (૩) સ્વામીઃ- અવધિજ્ઞાન ચારેગતિના સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને થઈ શકે છે. જ્યારે મન:પર્યાયજ્ઞાન તો માત્ર ગર્ભજ મનુષ્યને જ થાય છે અને તે પણ સંયમી આત્માઓને અને તેમાં પણ કોઇક મહાત્મા મુનિને જ થાય છે. (૪) વિષયઃ- અવધિજ્ઞાનનો વિષય સર્વરૂપી દ્રવ્યો છે. જ્યારે મન:પર્યાય જ્ઞાનનો વિષય માત્ર મનોવર્ગણા જ છે અને તે પણ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો વડે ગૃહીત થઈ મનસ્વરૂપે પરિણમાવેલી જ વર્ગણા.
આ પ્રમાણે આ બન્ને શાનો વચ્ચે ચાર પ્રકારે તફાવત છે. ૧-૨૬.
૧-૨૭
मतिश्रुतयोर्निबन्धः सर्वद्रव्येष्वसर्व पर्यायेषु મતિશ્રુતયોર્નિબન્ધઃ સર્વદ્રવ્યસર્વપર્યાયેષુ મતિ-શ્રુતયોઃ નિબન્ધઃ સર્વદ્રવ્યેષુ અસર્વપર્યાયેષુ ૧-૨૭
૧-૨૭
સૂત્રાર્થ - મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો વિષય સર્વદ્રવ્યો છે. પરંતુ પર્યાયો અસર્વ (કેટલાક) જ જાણે છે. ૧-૨૭.
ભાવાર્થ - મતિજ્ઞાનાદિ પાંચે જ્ઞાનોથી કેટલું કેટલું જાણી શકાય ? એમ હવે તેઓનો (પાંચે જ્ઞાનોનો) વિષય જણાવે છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી કેવલી ભાષિત આગમોના આધારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org