________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
સૂત્રાર્થ - ઋજુમતિ વિપુલતિ એમ મનઃપયોય, જ્ઞાનના બે ભેદ છે. ૧-૨૪.
ભાવાર્થ-અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવો વડે ગૃહીત મનોવર્ગણામાં રહેલા મનોગત ભાવો જેના દ્વારા જણાય તે મન:પર્યાય (મન:પર્યવ કે મન:પર્યય) જ્ઞાન કહેવાય છે. મનના પર્યાયોને (ભાવોને) જાણવા તે મન:પર્યાય જ્ઞાન. તેના બે ભેદ છે. (૧) ઋજુમતિ. (૨) વિપુલમતિ. વિપુલમતિ કરતાં કંઈક સામાન્યથી સરળપણે જે જાણે તે ઋજામતિ અને વધારે વિશેષથી જાણે તે વિપુલમતિ. આ બન્ને ભેદોમાં બહુ તફાવત નથી. પ્રથમ ભેટવાળા મન:પર્યવજ્ઞાન કરતાં બીજા ભેદવાળું મન:પર્યવજ્ઞાન કંઈક વધારે (અઢી.અંગુલ વધારે ક્ષેત્રાદિજાણે છે. અને વધારે સ્પષ્ટ જાણે છે. વસ્તુતઃ બન્ને ભેદો મનના બહુ ભાવોને વિશેષપણે જ જાણનારા છે. તેથી તેમાં દર્શન-નામનો ભેદ નથી. ૧-૨૪.
વિશુદ્ધચપ્રતિપાતામ્યાં તકિશોષ: ૧-૨૫ વિશુદ્ધપ્રતિપાતાભ્યાં તવિશેષઃ ૧-૨૫ 'વિશુદ્ધિ-અપ્રતિપાતાભ્યાં તદ્વિશેષઃ ૧-૨પ
સૂત્રાર્થ-ઋજુમતિ અને વિપુલમતિ એમ બન્ને મનઃપર્યવજ્ઞાનની વચ્ચે વિશુદ્ધિ દ્વારા અને અપ્રતિપાત દ્વારા એમ બે પ્રકારે વિશેષતા (ભેદ) છે. ૧-૨૫.
ભાવાર્થ-ચોવીસમા સૂત્રમાં મન:પર્યવજ્ઞાનના જે બે ભેદો કહ્યા છે તે બન્ને ભેદોની વચ્ચે વિશુદ્ધિ દ્વારા અને અપ્રતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org