________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૧-સૂત્ર-૨૦ ૨૧ મેળવતાં મતિજ્ઞાનના ૩૪૦ ભેદો થાય છે. પૂર્વે સાંભળેલું હોય, પરંતુ પ્રયોગકાળે શ્રુતનું અનુસરણ ન હોય તે ધૃતનિશ્રિત અને પૂર્વે સાંભળેલું જ ન હોય પરંતુ પોતાના બુદ્ધિબળમાત્રથી જ જે જાણે તે અશ્રુતનિશ્રિત. ત્પાતિકી, વૈનયિકી કાર્મિકી અને પરિણામિકી એમ ચાર બુદ્ધિ અશ્રુતનિશ્રિત છે. અકસ્માત્ (અચાનક) બુદ્ધિ થાય તે ઔપાતિકી, ગુરુજીનો વિનય કરવાથી જે બુદ્ધિ આવે તે વનયિકી, કામકાજ કરતાં કરતાં કળામાં જે પ્રવીણતા લાવે તે કાર્મિકી, અને ઉંમરના પરિપાકથી (વિશાળ અનુભવથી) જે બુદ્ધિ થાય તે પારિણામિકી બુદ્ધિ કહેવાય છે. ૧-૧૭-૧૮-૧૯.
શ્રત અતિપૂર્વ વિજેતા મેમ્૧-૨૦ શ્રત અતિપૂર્વ ચકકાદશભેદમ્ ૧-૨૦ શ્રુત મતિપૂર્વ દ્વિ-અનેક-દ્વાદશ-ભેદ ૧-૨૦
સૂત્રાર્થ - શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક જ હોય છે. તેના બે ભેદ છે. બન્ને ભેદોના અનુક્રમે અનેક અને બાર ભેદો છે. ૧-૨૦.
ભાવાર્થ - મતિજ્ઞાન સમજાવીને હવે શ્રુતજ્ઞાન સમજાવે છે. ગુરુ પાસે ભણવાથી અથવા શાસ્ત્રોના શ્રવણ-મનનથી જે જ્ઞાન થાય છે તે શ્રુતજ્ઞાન કહેવાય છે. શ્રુતજ્ઞાન હંમેશાં મતિજ્ઞાન પૂર્વક જ થાય છે. પહેલાં ઈન્દ્રિયોથી જે શબ્દાદિ સંભળાય છે તે મતિજ્ઞાન છે. ત્યારબાદ તેનો જે ભાવાર્થ જણાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org