________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૧-સૂત્ર-૮ (૪) અધિકરણ- એટલે આધાર, પ્રાપ્ત થયેલું આ સમ્યગ્દર્શન
ક્યાં વર્તે? સમ્યગ્દર્શનનો આધાર કોણ? સમ્યગ્દર્શનનો આધાર સમ્યગ્દષ્ટિ આત્મા જ હોય છે. ગુણનો આધાર ગુણી
જ હોય છે. પ્રગટ થયેલું સમ્યગ્દર્શન જીવમાં જ વર્તે છે. (૫) સ્થિતિ - એટલે કાલમાન. પ્રાપ્ત થયેલું સમ્યક્ત્વ કેટલો
કાળ રહે? જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ક્ષાયોપશમિકની સાધિક છાસઠ સાગરોપમ પ્રમાણ સ્થિતિ જાણવી. ક્ષાયિકની સ્થિતિ સાદિ અનંત જાણવી. અને
ઔપથમિકની સ્થિતિ અંતર્મુહૂર્ત જાણવી. (૬) વિધાન એટલે ભેદ, સમ્યકત્વના ૩ ભેદ છે. (૧)
ઔપથમિક, (૨) ક્ષાયોપથમિક અને (૩) ક્ષાયિક. આ
પ્રમાણે સમ્યકત્વ ઉપર છ દ્વારા સંક્ષેપથી સમજાવ્યાં. ૧-૭. सत्संख्याक्षेत्रस्पर्शनकालान्तरभावाल्पबहुत्वैश्च १-८ સત્સંખ્યાક્ષેત્ર સ્પર્શનકાલાન્તર ભાવા~બહુવૈશ્ચ ૧૮ સ-સંખ્યા-ક્ષેત્ર-સ્પર્શન-કાલ-અન્તર-ભાવ-અલ્પબહુચ
સૂત્રાર્થ-સમ્યકત્વ ઉપર સ–સંખ્યા આદિ બીજાં પણ આઠ દ્વારા જાણવા જેવાં છે. ૧-૮.
ભાવાર્થ - સમ્યકત્વ ગુણને સારી રીતે સમજવા માટે સત્સંખ્યા વગેરે નીચે મુજબ બીજાં આઠ દ્વારા પણ જાણવા જેવાં છે. આ આઠ દ્વારોથી સમ્યકત્વ સારી રીતે સમજાય છે. (૧) સત્ - એટલે હોવું. અર્થાત્ વિદ્યમાન, સમ્યકત્વગુણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org