________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૧-સૂત્ર-૧૫ ૧૫ ભાગમાં છે માટે તેને બાલ્વેન્દ્રિય કહેવાય છે. અને મન શરીરની અંદર છે. એટલે અભ્યન્તરેન્દ્રિય કહેવાય છે અથવા મન એ સ્પર્શનેન્દ્રિયાદિની જેવી બાહ્યઇન્દ્રિયરૂપ નથી. માટે અનિન્દ્રિય કહેવાય છે. આ છ ઈન્દ્રિયોથી જુદા-જુદા એક-એક વિષયનું જ માત્ર જ્ઞાન થાય છે. (૧) સ્પર્શનેન્દ્રિય દ્વારા સ્પર્શનું જ્ઞાન થાય છે. તે સ્પાર્શન પ્રત્યક્ષ. (૨) રસનેન્દ્રિય દ્વારા રસનું જ્ઞાન થાય છે તે રાસન પ્રત્યક્ષ. (૩) ધ્રાણેન્દ્રિય દ્વારા ગંધનું જ્ઞાન થાય છે તે ધ્રાણજ પ્રત્યક્ષ. (૪) ચક્ષુરિન્દ્રિય દ્વારા રૂપનું જ્ઞાન થાય છે તે ચાક્ષુષ પ્રત્યક્ષ. (૫) શ્રોત્રેન્દ્રિય દ્વારા શબ્દનું જ્ઞાન થાય છે. તે શ્રોત્રજ પ્રત્યક્ષ. (૬) મન દ્વારા ઉપરોક્ત પાંચ વિષયનું જ્ઞાન થાય છે. તે માનસ પ્રત્યક્ષ. ૧-૧૪.
अवग्रहेहापायधारणाः ૧-૧૫ અવગ્રહેહાપાયધારણાઃ ૧-૧૫
અવગ્રહ ઈહા-અપાય-ધારણાઃ ૧-૧૫
સૂત્રાર્થ - ઉપરોક્ત ઈન્દ્રિયોથી અને મનથી થતું તે મતિજ્ઞાન ક્રમશઃ થનારા અવગ્રહ-ઈહા-અપાય અને ધારણાના ભેદથી ચાર ચાર પ્રકારે છે. ૧-૧૫.
ભાવાર્થ - બાહ્ય પાંચ અને અભ્યત્તર એક એમ કુલ છ ઈન્દ્રિયોથી થનારું આ મતિજ્ઞાન અવગ્રહ-ઈહા-અપાય અને ધારણારૂપે ચાર ચાર ભેદોવાળું છે. આ ચારે ભેદો ક્રમશઃ બોધની વૃદ્ધિવાળા અંશો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org