________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૧-સૂત્ર-૧૩
૧૩ માટે જ્ઞાન જ હિતાહિતમાં પ્રવર્તક-નિવર્તક હોવાથી પ્રમાણ કહેવાય છે. પ્રમીયતે વસ્તુતત્ત્વનેનેતિ પ્રમાણમ્ |
તે પાંચ જ્ઞાનો બે પ્રમાણમાં સમાઈ જાય છે. પ્રથમનાં બે જ્ઞાનો (મતિ અને કૃત) ઈન્દ્રિય સાપેક્ષ હોવાથી પરોક્ષ છે. અને છેલ્લાં ત્રણ જ્ઞાનો (અવધિ-મન:પર્યવ અને કેવલ) ઈન્દ્રિય નિરપેક્ષ હોવાથી પ્રત્યક્ષ છે. ઈતરદર્શનકારો (નૈયાયિક-વૈશેષિકો) ઈન્દ્રિયસગ્નિકર્ષને પણ પ્રમાણ માને છે. પરંતુ અજ્ઞાત વસ્તુને ચાખવામાં, સુંઘવામાં અને જોવામાં ઈન્દ્રિયસમિકર્ષ હોવા છતાં પણ જ્ઞાન થાય જ એવો નિયમ નથી. તેથી જ્યારે જ્ઞાન ન થાય ત્યારે ઈષ્ટાનિષ્ટમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ થતી નથી. માટે ઈન્દ્રિયસકિર્યો તે અસાધારણ કારણ ન હોવાથી પ્રમાણ નથી. પરંતુ જ્ઞાન જ પ્રમાણ કહેવાય છે. હવે પાંચ જ્ઞાનમાંથી પ્રથમ મતિજ્ઞાન સમજાવે છે. ૧-૧૦-૧૧-૧૨.
પ્રતિકૃતિસંજ્ઞાન્તિામિનિબોધ રૂત્યુનત્તરમ્ ૧-૧૩ મતિમૃતિસંજ્ઞાચિન્તાભિનિબોધ ઈત્યનર્થાન્તરમ્ ૧-૧૩ મતિ-સ્મૃતિ-સંજ્ઞા-ચિત્તા-અભિનિબોધ ઈતિ અનર્થાન્તરમ્
સૂત્રાર્થ- મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિત્તા, અભિનિબોધ આ બધા શબ્દો એક જ અર્થવાળા છે. ૧-૧૩.
ભાવાર્થ- હવે મતિજ્ઞાનને સમજાવવા તેના પર્યાયવાચી શબ્દો જણાવે છે. મતિ-સ્મૃતિ-સંજ્ઞા-ચિંતા અને અભિનિબોધ આ બધા શબ્દો એકજ અર્થવાળા છે. મનન કરવું તે મતિ, યાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org