________________
૧૨ અધ્યાય : ૧-સૂત્ર-૧૦-૧૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૧) ઈન્દ્રિયો અને મન દ્વારા જે વસ્તુતત્ત્વનો બોધ થાય તે
મતિજ્ઞાન. (૨) ગુરુજી પાસે ભણવાથી અથવા શાસ્ત્રો સાંભળવાથી જે
જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન. (૩) ઈન્દ્રિયોની સહાય વિના આત્મસાક્ષીએ રૂપી દ્રવ્યોનું જે જ્ઞાન
થાય તે અવધિજ્ઞાન. (૪) અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવો
જાણવાની આત્માની જે શક્તિ તે મન:પર્યવજ્ઞાન. અને (૫) લોકાલોકના સર્વદ્રવ્યોના સર્વપર્યાયોનું જે જ્ઞાન તે કેવલજ્ઞાન.
હવે તે પાંચ જ્ઞાનો કેટલા અને કયા પ્રમાણસ્વરૂપ છે? તે સમજાવે છે. ૧-૯, તમાને તત્રમાણે તત્ પ્રમાણે ૧-૧૦
મા પક્ષન્ આદ્ય પરોક્ષમ્ આદ્ય પરોક્ષમ્ ૧-૧૧ પ્રત્યક્ષ ચિત્ પ્રત્યક્ષમન્ય પ્રત્યક્ષમ્ અન્યત્ ૧-૧ર
સૂત્રાર્થ-તે પાંચ જ્ઞાનો બે પ્રમાણ સ્વરૂપ છે. પ્રથમનાં બે જ્ઞાનો પરોક્ષ છે. અને બાકીનાં ત્રણ જ્ઞાનો પ્રત્યક્ષ છે. ૧-૧૦, ૧૧, ૧૨.
ભાવાર્થ – જૈનદર્શનકારો “જ્ઞાન”ને જ પ્રમાણ જણાવે છે. કારણ કે જ્ઞાન જ આ જીવને ઈનિષ્ટમાં પ્રવર્તક-નિવર્તક છે. આ આમ્રફળ છે એવું જ્ઞાન થાય તો જીવ પ્રવૃત્તિ કરે છે. અને આ સર્પ છે એવું જ્ઞાન થાય તો જીવ નિવૃત્તિ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org