________________
૧૪ અધ્યાયઃ ૧-સૂત્ર-૧૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર કરવું તે સ્મૃતિ, વર્તમાનની વિચારણા કરવી તે સંજ્ઞા, ભાવિની વિચારણા કરવી તે ચિત્તા, ઈન્દ્રિયો દ્વારા જે બોધ થાય તે અભિનિબોધ, આ સર્વે શબ્દો મતિજ્ઞાનના જ વાચક છે. સામાન્યથી આ બધા જ શબ્દો ઈન્દ્રિયજન્ય બોધના વાચક છે માટે એકાર્થક છે. પરંતુ સૂક્ષ્મવિચારણા કરીએ તો સ્મૃતિ ભૂતકાળના વિષયનો બોધ કરાવે છે. ચિંતા ભાવિના વિષયની બોધ કરાવે છે. સંજ્ઞા વર્તમાનકાળના વિષયનો બોધ કરાવે છે. મતિ એ મનન-ચિંતન સ્વરૂપ છે. એમ સૂક્ષ્મ રીતે કંઈક કંઈક ભિન્ન ભિન્ન અર્થના પણ વાચક છે. છતાં સામાન્યથી મતિજ્ઞાનના જ પર્યાયવાચક છે. ૧-૧૩.
तदिन्द्रियानिन्द्रियनिमित्तम् ૧-૧૪ તદિન્દ્રિયાનિદ્રિયનિમિત્તમ્ ૧-૧૪ તદ્ ઈન્દ્રિય-અનિદ્રિય-નિમિત્તમ્ ૧-૧૪
સૂત્રાર્થ તે મતિજ્ઞાન ઈન્દ્રિય અને અનિદ્રિયના નિમિત્તવાળું છે. ૧-૧૪.
ભાવાર્થ- તે મતિજ્ઞાન શરીરમાં રહેલી પાંચ ઈન્દ્રિયો અને અનિદ્રિય એટલે મન એમ છ ના નિમિત્તથી થાય છે. શરીરના જે જે અવયવોથી જીવને જ્ઞાન થાય છે. તે તે અવયવોને ઈન્દ્રિય કહેવાય છે. શરીરમાં પાંચ જ અવયવો જ્ઞાન પ્રાપ્તિમાં નિમિત્તભૂત છે. (૧) સ્પર્શનેન્દ્રિય, (૨) રસનેન્દ્રિય, (૩) ઘ્રાણેન્દ્રિય, (૪) ચક્ષુરિન્દ્રિય, (૫) શ્રોત્રેન્દ્રિય. આ પાંચે ઈન્દ્રિયો શરીરમાં બહારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org