________________
૧૬
અધ્યાય : ૧-સૂત્ર-૧૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર અવગ્રહ – એટલે “આ કંઈક છે” એવું વસ્તુના અભિધાનાદિ
વિશેષ નિર્દેશ વિનાનું સામાન્ય જ્ઞાન. ઈહા - એટલે “શું આ સર્પ હશે કે દોરડું ?” અથવા “સ્થાણુ
હશે કે પુરુષ ?” એવું વિકલ્પોવાળું જે જ્ઞાન. અપાય - એટલે “આ સર્પ જ છે” ઈત્યાદિ નિર્ણયાત્મક જે જ્ઞાન. ધારણા - એટલે નિર્ણયાત્મક થયેલા જ્ઞાનને દીર્ઘકાળ સુધી
ધારી રાખવું તે. ધારણાના ત્રણ પેટા ભેદો છે.
આ પ્રમાણે છે ઈન્દ્રિયોથી ચાર ચાર ભેદોવાળું મતિજ્ઞાન થાય છે માટે ૬૮૪=૧૪ ભેદો મતિજ્ઞાનના થાય છે. ૧-૧૫. बहुबहुविधक्षिप्रानिश्रितासंदिग्धधुवाणां सेतराणाम्१-१६ બહુબહુવિધક્ષિપ્રાનિશ્રિતાસંદિગ્ધધ્રુવાણાં સંતરાણા...૧-૧૬ બહુ બહુવિધ-ક્ષિપ્ર-અનિશ્ચિત-અસંદિગ્ધ-ધ્રુવાણાં સંતરાણામ્ - સૂત્રાર્થ - બહુ-બહુવિધ-પ્રિ-અનિશ્ચિત-અસંદિગ્ધ અને ધ્રુવ એ છ ભેદો તથા તે છ ભેદોના પ્રતિપક્ષી(વિરોધી) એવા બીજા છ ભેદ એમ કુલ બાર ભેદોના ઉપરોક્ત અવગ્રહ-ઈહા-અપાય અને ધારણા થાય છે. ૧-૧૬.
ભાવાર્થ-પંદરમા સૂત્રમાં કહેલા મતિજ્ઞાનના છ ઈન્દ્રિય આશ્રયી અવગ્રહ-ઈહા-અપાય અને ધારણાના (૬૪૪=)૨૪ ભેદોમાં એકેક ભેદ બહુ-બહુવિધ-પ્રિ આદિ બાર બાર ભેદવાળો થાય છે. મતિજ્ઞાન ક્ષયોપશમ ભાવનું છે. અને ક્ષયોપશમભાવ ચિત્ર-વિચિત્ર અનેક પ્રકારનો હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org