________________
અધ્યાય : ૧-સૂત્ર-૭ તત્ત્વાર્થાધિગમસૂત્ર निर्देशस्वामित्वसाधनाधिकरणस्थितिविधानतः નિર્દેશસ્વામિત્વસાધનાધિકરણસ્થિતિવિધાનતઃ ૧-૭ નિર્દેશ-સ્વામિત્વ-સાધન-અધિકરણ-સ્થિતિ-વિધાનતઃ ૧-૭
સૂત્રાર્થ - નિર્દેશ-સ્વામિત્વ-સાધન-અધિકરણ-સ્થિતિ અને વિધાન એમ ૬ ધારોથી સમ્યગ્દર્શન જાણવા જેવું છે. ૧-૭.
ભાવાર્થ - સમ્યગ્દર્શનાદિ ત્રણ ગુણો એ મુક્તિનો માર્ગ છે. એમ પ્રથમ સૂત્રમાં કહ્યું છે. ત્યાં સમ્યગ્દર્શન નામના પ્રથમ ગુણને વધારે સ્પષ્ટ સમજાવવા માટે આ સૂત્રમાં છ દ્વારો (વસ્તુ સ્થિતિ સમજવા માટેના છ પ્રકારો) જણાવ્યાં છે. (૧) નિર્દેશ એટલે વસ્તુનું સ્વરૂપ, જે વસ્તુ જેવી હોય તે
વસ્તુને તેવી જાણવી. અહીં સમ્યગ્દર્શનનું સ્વરૂપ રુચિપ્રીતિ-વિશ્વાસ છે. વીતરાગ પરમાત્માનાં વચનો નિર્દોષ અને પરમ હિતકારક હોવાથી તેના ઉપર પ્રીતિ કરવી.
વિશ્વાસ કરવો તે જ સાચાં છે એવી રુચિ કરવી તે. (૨) સ્વામિત્વ એટલે માલિકી. આ સમ્યગ્દર્શનનો માલિક
જીવ જ હોય છે. જીવને જ આ સમ્યગ્દર્શન થાય છે
અજીવને થતું નથી માટે જીવ જ તેનો સ્વામી છે. (૩) સાધન- એટલે નિમિત્ત. તે બે પ્રકારે છે બાહ્ય અને
અભ્યન્તર. ગુરુનો ઉપદેશ, સત્સંગ, અને પ્રતિમાનાં દર્શનાદિ તે બાહ્યનિમિત્ત. અને દર્શનમોહનીયકર્મનો ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ તે અભ્યત્તર નિમિત્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org