________________
૬
દ્રવ્ય
ભાવ
-
-
વસ્તુની વાસ્તવિક અવસ્થા.
આ ચાર નિક્ષેપા (વસ્તુને જાણવાના ઉપાયરૂપ) પ્રકારો છે. કોઈ પણ વસ્તુમાં ઉપરોક્ત ચાર નિક્ષેપા (પ્રકારો) હોય જ છે. આ ચાર નિક્ષેપાથી વસ્તુનું સ્વરૂપ વધારે વધારે સ્પષ્ટ જણાય છે. તીર્થંકર ભગવાન ઉપર આ ચાર નિક્ષેપાનો આપણે વિચાર કરીએ- (૧) કોઈ પણ પરમાત્માનું ઋષભદેવ. અજિતનાથ ઈત્યાદિ ઓળખવા રૂપે પાડેલું નામ તે નામનિક્ષેપ. (૨) તે ઋષભદેવાદિની પ્રતિમા, ચિત્ર કે આકૃતિ વગેરે તે સ્થાપનાનિક્ષેપ. (૩) ઋષભદેવાદિ તીર્થંકર ભગવંતોની કેવલી અવસ્થાની પૂર્વેની છદ્મસ્થાવસ્થા અથવા પાછળની સિદ્ધાવસ્થા તે દ્રવ્યનિક્ષેપ અને (૪) તેઓની કેવલીઅવસ્થા તે ભાવનિક્ષેપ. આ પ્રમાણે જીવ - અજીવ આદિ સાત તત્ત્વો પણ નામસ્થાપના આદિ ચારે નિક્ષેપે વિચારવાં. નિક્ષેપા એટલે વસ્તુને જાણવાના ઉપાય-પ્રકા૨. ૧-૫.
અધ્યાય ઃ ૧-સૂત્ર-૬
તત્ત્વાર્થાધિગમસૂત્ર
વસ્તુની વાસ્તવિક સ્થિતિથી પૂર્વાવસ્થા અને પશ્ચાદવસ્થા, આગળ-પાછળની અવસ્થા.
प्रमाणनयैरधिगमः
૧-૬
પ્રમાણનવૈરધિગમઃ
૧-૬
પ્રમાણ- નયૈઃ- અધિગમઃ ૧-૬
સૂત્રાર્થ - જીવ-અજીવ આદિ સાતે તત્ત્વોનો પ્રમાણ અને નયો વડે અભ્યાસ કરી શકાય છે. ૧-૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org