________________
૭.
જે છું
વર્તમાન જ્ઞાનની પર્યાયને સ્વભાવ સન્મુખ વાળવી એવો પ્રયત્ન કરવો નિર્વિકલ્પ થવાનો પુરુષાર્થ કરવો. આજ પ્રથમનો સમ્યકત્વનો માર્ગ છે. આમાં તો વારંવાર જ્ઞાનમાં એકાગ્રતાનો અભ્યાસ કરવાનો છે. બહારમાં કાંઈ કરવાનું ન આવ્યું; પણ જ્ઞાનમાં જ સમજણ અને એકાગ્રતાનો પ્રયાસ કરવાનું આવ્યું. જ્ઞાનમાં અભ્યાસ કરતાં કરતાં જ્યાં એકાગ્ર થયો ત્યાંજ તે વખતે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન રૂપે આ આત્મા પ્રગટ થાય છે. બહારના લક્ષે જે વેદના થાય તે બધું દુઃખરૂપ છે. અંદરમાં શાંત રસની મૂર્તિ આત્મા છે, તેના લક્ષે જે પર્યાયમાં વેદના થાય તેજ સુખ છે. સકળ નિરાવરણ એક અખંડ પ્રતિભાસમય આત્માનો અનુભવ થાય તેજ સમ્યગ્દર્શન છે. આ આત્મકલ્યાણનો નાનામાં નાનો બધાંથી થઈ શકે તેવો ઉપાય છે. બીજા બધા ઉપાય છોડીને આ જ કરવાનું છે. અંદરથી સત્નો હકાર આવ્યા વિના, સ્વભાવનો અચિંત્ય મહિમા આવ્યા વિના, સત્ સ્વરૂપનું જ્ઞાન શ્રધ્ધાન થાય નહિ, મોક્ષ પ્રાપ્ત થાય નહિ. આત્મસ્વરૂપની સમજણ એ જ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન એ ધર્મનું મૂળ છે, એજ આત્માનો ધર્મ છે. આત્માનુભૂતિ એજ જેનશાસન છે. આ માટે અભ્યાસનો ક્રમ આ પ્રમાણે છે. નીચેના વિષયોનું વીતરાગ-વિજ્ઞાન, વીતરાગી સર્વજ્ઞ પ્રભુએ જે પ્રમાણે બતાવ્યું છે તે સમજી તેનું શ્રદ્ધાન કરવાનું છે. આજ સંપૂર્ણ વસ્તુ વિજ્ઞાનનો સાર છે. ૧. " વિશ્વ વ્યવસ્થા ૨. વસ્તુ વ્યવસ્થા
સર્વજ્ઞતા અને સર્વજ્ઞ સ્વભાવ વીતરાગતા દ્રવ્યની સ્વતંત્રતા ક્રમબદ્ધ પર્યાય ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા – પાંચ સમવાય નિશ્ચય - વ્યવહાર કર્મનો સિદ્ધાંત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ નિશ્ચય મોક્ષમાર્ગ ધર્મ એ પરિભાષા નથી, પ્રયોગ છે. તેથી આત્માર્થીએ ધર્મજીવનમાં ઉતારવો જોઈએ. સંપૂર્ણ જીવન ધર્મમય બનવું જોઈએ. પ્રેક્ટિકલ આરાધનાનો ક્રમ આ પ્રમાણે પ્રયોગમાં મૂકી શકાય. . ૧.
વર્તમાન પરિણમનમાં એક સમયની ભૂલ - ભૂલ ટાળવાનો ઉપાય. પાત્રતા-રૂચિનો પલટો. સાધનામાં પ્રત્યક્ષ સત્પુરુષના યોગનું મહત્વ સત્સંગ અને સ્વાધ્યાય તત્વનો અભ્યાસ-ચિંતન-મનન સ્વરૂપનો યથાર્થ નિર્ણય લક્ષ - એકાગ્રતા ભેદજ્ઞાન એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોકત્વ, એ બુદ્ધિઓ મિથ્યાત્વનો નિરાવરણ
8
છે
૯.
૨.
છે
;