________________
ઉ000
૧૪. જૈન એટલે અંતરમાં સમાય તે જેન છે. બહારના જેટલા ઊભરા આવે એ બધા પ્રકૃતિના
ચાળા છે. વિકલ્પ ઊઠે ઈ પણ બધા પ્રકૃતિના ચાળા છે અને બહારનું જે બધું થાય છે એ
તો બધું પુગલ-પરાવર્તન થયા જ કરે છે. ૧૫. પહેલાં તો પોતાને વિકલ્પવાળો માનવો અને પછી વિકલ્પને ટાળવાનો પ્રયત્ન કરવો ઈ
જ મોટામાં મોટી વિપરીતતા છે, મિથ્યાત્વ છે પહેલાં વિકલ્પ વિનાનો છું એવી દષ્ટિ કરે પછી વિકલ્પ છૂટે. સ્વભાવમાં વિકલ્પની ગંધ પણ નથી-એવા નિર્વિકલ્પ જ્ઞાનસ્વભાવનો આશ્રય કરે તો વિકલ્પની ઉત્પત્તિ જ થતી નથી. (ઠષ્ટિના નિધાન ૨૫૭) પરિણામને હઠાવી શકાય નહીં, પરિણામમાંથી એકત્ત્વ હઠાવી શકાય છે. નિત્ય સ્વભાવમાં એકત્ત્વ કરે તો પરિણામમાંથી એકત્ત્વ છૂટે. નિશ્ચય નિત્યસ્વભાવમાં દ્રષ્ટિ જમાવીને પરિણામમાત્રથી એકત્ત્વ ઊઠાવી લેવું. (દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ - ૨૫૬) હું તો વિકલ્પથી શૂન્ય છું. નિર્વિકલ્પ સ્વરૂપથી ભરપૂર છું (૩૧૩) રાગ” પણ તે સમય પૂરતો સત્ છે. તેને ઉખાડવા જઈશ તો તું ખુદ ઉખડી જઈશ. તેને
તેમાં રહેવા દે. તું તારામાં રહે. તે સ્વયં જ ચાલ્યો જશે. (દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ-૩૩૩) સાર- દ્રવ્ય સત્, ગુણ સત્ અને પર્યાય પણ એક સમયની સત્ અહેતુક છે. જેણે ક્ષણિક ઉપાદાન નથી માન્યું તેણે ધ્રુવ કે જે પર્યાયમાં નથી આવ્યું તેને નથી માન્યું. જેને ક્ષણિક ઉપાદાનની સ્વતંત્રતા ન બેસે તેને ધ્રુવ ઊપાદાનની સ્વતંત્રતા નથી માની. હવે જ્ઞાનમાં આની ખતવણી કરીએ.
જીવનો જ્ઞાન-સ્વભાવ ત્રિકાળ છે. આત્માનું સ્વરૂપ દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક હોવાથી દરેક સમયે જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ થાય છે. આત્માનો સ્વ-પર પ્રકાશ સ્વભાવ છે. હવે જે જીવમાં જેટલી જાણવાની ૧) સ્વતંત્ર યોગ્યતા હોય ૨) ક્રમબદ્ધ નિશ્ચિત થયેલી (સર્વજ્ઞના જ્ઞાનમાં જેમ આવેલ છે તેમ) ૩) તેની તત્ સમયની ઊપાદાનની યોગ્યતા પ્રમાણે એટલું જ જાણે છે. તે સમયે જ્ઞાનની પર્યાયનો એવો આકાર થાય છે તેને જ્ઞાનાકાર કહેવામાં આવે છે-એ જ્ઞાનની પર્યાય ખરેખર પોતાને જ જાણે છે. હવે જ્ઞાનની વ્યવસ્થા પ્રમાણે તે સમયે બહારમાં એવા જ પ્રકારની શેયની પર્યાય હોય છે તેને જોયાકાર કહેવામાં આવે છે-હવે બંનેનો આકાર એક સરખો છે. હવે જે જ્ઞાનની પર્યાયનો આકાર સ્વતંત્ર થયો છે તે પોતાની સ્વતંત્ર યોગ્યતાને લીધે થયો છે. બહાર શેય છે માટે તેનાથી જ્ઞાન થયું છે એમ નથી અને એનું જ્ઞાન થયું છે એમ પણ નથી. તો શું છે? આબોળ ગોપાળ સર્વેને પ્રતિસમય પોતાની જ્ઞાનની પર્યાયમાં પોતાનું સ્વરૂપ જ પ્રતિભાસ થાય છે પણ અજ્ઞાન અવસ્થામાં એનું લક્ષ પર દ્રવ્ય પર છે તેથી એમ માને છે કે એનું જ્ઞાન થયું અને એનાથી જ્ઞાન થયું પણ એ માન્યતા ખોટી છે.