________________
ઉ૦)
૯. પ્રતિસમયે પોતે જ પોતાને જાણી રહ્યો છે એ વાત બેસી જાય તો એની
બલીહારી છે. ૧૦. પ્રત્યેક સમયે મન-વચન-કાયાની અને રાગની ક્રિયા થઈ રહી છે, તેનું જ્ઞાન થાય
છે, ખરેખર તેનું જ્ઞાન નથી પણ તે સંબંધીનું જ્ઞાન થાય છે, તે પણ ખરેખર તો પોતાની જ્ઞાનની પર્યાયની યોગ્યતામાં જ્ઞાનની પર્યાય જ જણાય છે. અજ્ઞાની
એમ માનતો નથી. ૧૧. જ્ઞાની થવા શું કરવું? એ જડની ક્રિયાથી ને રાગથી ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો
અને માનવું કે “જે જણાય છે તે હું જ છું” ૧૨. આવા પ્રકારના અભ્યાસથી વર્તમાન જ્ઞાનની પર્યાય નિર્મળ થતી જાય છે. એ
પૂર્ણાશુદ્ધ પર્યાયમાં ભગવાન આત્મા શુદ્ધ જણાય છે. આ જ આત્માનુભૂતિ છે. સુખી થવાનો આ જ એક ઉપાય છે.