Book Title: Swanubhuti Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 338
________________ ઉ૦) જ્ઞાનીના માર્ગદર્શન અનુસાર પ્રસન્નતાથી સાચા ભાવથી નિઃશંકપણે અને દુનીયાથી નિર્ભયપણે તે આત્માની અનુભૂતિના પ્રયત્નમાં તારી વર્તમાન જ્ઞાનની પર્યાયને જોડ. ત્રિકાળી ધ્રુવમાં અહંપણું સ્થાપવું એ જ સ્વાનુભૂતિની MASTER KEY છે. જરૂર મહાન આનંદ સહિત તને આત્માનુભૂતિ થશે ને સમ્યગ્દર્શન વડે તારા કલ્યાણના કોડ પૂરા થશે! આ જે કાંઈ અહીં નમ્રભાવથી એક ભેટશું આપવામાં આવ્યું છે તેનું એક જ પ્રયોજન છે. જ્ઞાયક સ્વભાવને જાણીને અનુભવવા પ્રબળ પ્રયત્ન કર. એ જ કરવા જેવું છે એનો વિશ્વાસ સાથે સ્વીકાર કરજે. ભાઈ તારા અનંતા અનંતા ગુણોની ગણતરીનો પાર નથી-બેહદ શક્તિ સામર્થ્યથી તું પૂર્ણ છો. એવો જે જ્ઞાયક સ્વભાવ, પ્રભુ! તેને અનુભવવાનો પ્રયત્ન કર. એ જ એક કામ આ ભવમાં કરવા જેવું છે. જ્ઞાયક..જ્ઞાયક..જ્ઞાયક તેના તરફનું વલણ કરવું. બસ, આશા રાખું છું તમને આ માર્ગદર્શન સફળતાની સિદ્ધએ પહોંચાડશે! પરમ પૂજ્ય શ્રી ગુરુદેવ કાનજીસ્વામીના અનન્ય ભક્ત એવા રમણીકભાઈ સાવલાના વંદન! ૧૪ જાન્યુઆરી - ૨૦૦૯

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340