________________
કોઈ યથાર્થ ઉપદેશદાતા મળ્યા પણ ખરા; તો તેમની વાત અંતરમા ગ્રહણ કરી નહીં અને તેથી ભવભમણ મર્યું નહિં.
આવા ભવભ્રમણના દુઃખથી મુક્ત થવા ઉપકારી શ્રી ગુરૂએ શુધ્ધનયનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી આવ્યો છે કે - શુધ્ધનય ભૂતાર્થ છે. સત્યાર્થ છે એનો આશ્રય કરવાથી સમ્યગ્દષ્ટિ થઈ શકાય છે. જુઓ વિદેહ ક્ષેત્રમાં સાક્ષાત અરિહંત પરમાત્મા બિરાજે છે. ત્યાં ૐધ્વનિના ધોધ વરસે છે. એ દિવ્યવાણી સાંભળવા સ્વર્ગના ઇન્દ્રો આવે છે. પહેલા દેવલોકને સૌધર્મ દેવલોક કહેવાય છે. તેમાં બત્રીસ લાખ વિમાન છે. એકેક વિમાનમાં અસંખ્ય દેવો છે. તે બત્રીસ લાખ વિમાનો નો સ્વામી સૌધર્મ ઇન્દ્ર છે. તે સમ્યગ્દષ્ટિ છે. તેની ઇજાણી શચી છે. તે પણ સમકિતી છે. બન્ને એક ભવ કરી મોક્ષ જવાના છે. તેઓ જે દિવ્યધ્વનિ સાંભળવામાં આવે છે તેનો સાર-સાર લઈ ભગવાન કુંદકુંદાચાર્યે હૃદયમાં પરમ કરૂણા ધરી અહીં ઉપદેશ કર્યો છે કે શુધ્ધનય ભૂતાર્થ છે, તેના આશ્રર્યો જીવ સમ્યગ્દષ્ટિ થાય છે. ભગવાન કુંદકુંદાચાર્ય શુધ્ધનયનું ફળ જે મોક્ષમાર્ગ જાણતા અનુભવતા હતા તેથી ભવ્ય જીવોનાં ઉપકાર હેતુથી શુધ્ધનયનો ઉપદેશ પ્રધાનતાથી કર્યો છે.
અહાહા...! આચાર્યદેવ કહે છે કે એકવાર તું દષ્ટિ ફેરવી નાખ. એક સમયની પર્યાય ઉપર અને ભેદ ઉપર અનાદિની દષ્ટિ છે. તેને ત્યાંથી ખસેડી લઈ અખંડ એકરૂપ ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય સામાન્ય પર દષ્ટિ સ્થિર કર. તેથી તને સમ્યગ્દર્શન આદિ ધર્મ પ્રગટ થશે. તને ભવભ્રમણના દુઃખથી મુક્તિ થઈ અનંત મોક્ષસ્વરૂપ એવો મોક્ષ થશે. અહો! આવો વિરલ ઉપદેશ આપી આચાર્ય દેવે જગતનો મહાન ઉપકાર કર્યો છે. આત્મા ત્રિકાળી સત્ જ્ઞાયક જ્ઞાયક જ્ઞાયક, ધ્રુવ ધ્રુવ ધ્રુવ અખંડ એકરૂપ વસ્તુ છે તે ભૂતાર્થ છે, તેના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે અને તેનાજ આશ્રયે જન્મમરણ મટે છે, મોક્ષનાં ભણકારા વાગે છે.
શુધ્ધનયને એટલે ત્રિકાળી ધ્રુવને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે એટલે કે શુભરાગનાં કર્મકાંડમાં મગ્ન છે, ભેદમાં મગ્ન છે કે પર્યાયમાં મગ્ન છે ત્યાં સુધી આત્માના શ્રધ્ધારૂપ નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ થતું નથી. ત્રિકાળી શુધ્ધ આત્મતત્વને ઓળખી તેમાં મગ્ન થવું એ જ મુખ્ય કર્તવ્ય
જ
Mega Sahasa]
ક આ એક જ વા જેવું છે. * આકુળત્તામય શુભાશુભભાવથી ભિન્ન તારો નિરાકુળ જ્ઞાયકસ્વભાવ છે. તેને અનુભવવાને પ્રબળ પુરુષાર્થ કર. એક દ્રવ્ય બીજા દ્રવ્યને રસ્પશે નહીં; દરેક પદાર્થની દરેક સમયની પર્યાય ક્રમબદ્ધ થાય એ વાત સમજવામાં મહા પુરુષાર્થ છે. પ્રભુ ! ક્રમબદ્ધ થતી પર્યાયને પરની તો અપેક્ષા નથી પણ પોતાના દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા નથી —એવા તત્ત્વને સમજમાં લે તો તારા ભવભ્રમણને અંત આવશે. આ એક જ કરવા જેવું છે. –સ્વાનુભવ પ્રેરણામૂર્તિ પૂજ્ય ગુરુદેવ
EasGEEEEEEEE.