________________
અંતિમ સાર રૂપ સંદેશ :
૧.
ભવ ભ્રમણના મૂળને છેદનારું એ મોક્ષ આપનારું નિશ્ચય સમ્યગ્દર્શન - સ્વાનુભૂતિ જ છે. ૨. તારા હિત માટે અંતર્મુખ સ્વભાવને જો! તારા પૂર્ણ સ્વરૂપને દ્રષ્ટિમાં લે ભાઈ! પૂર્ણ ચૈતન્યનો
સ્વીકાર કરનાર જીવસમ્યગ્દષ્ટિ છે. નવ તત્વના ભેદની શ્રદ્ધા છોડીને, અખંડ ચૈતન્યસ્વભાવના આશ્રયે રાગરહિત સ્વભાવની
શ્રદ્ધા કરવી તે પરમાર્થ સમ્યકત્વ છે. ૪. નવ તત્ત્વોની દષ્ટિ તે પર્યાયઠષ્ટિ છે, નવ તત્વોમાં અનેકતા છે, તે અનેકતાના આશ્રયે એક
સ્વભાવની પ્રતીત થતી નથી. તેથી પર્યાયષ્ટિ છોડી-દ્રવ્યદ્રષ્ટિ કર તો સ્વાનુભૂતિઅતીન્દ્રિય સુખના સ્વાદ સાથે પ્રગટ થશે. *: ભૂતાર્થના આશ્રયે જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. - તીવ્ર પુરુષાર્થ અને વૈરાગ્ય સહિત આત્મચિ નિજ સ્વભાવનો અચિંત્ય મહિમા-એ જ સમ્યકત્વનું કારણ છે. છેલ્લે ભેદજ્ઞાનની કળા વીકસાવવા જેવી છે. આત્મા અને બંધના-જ્ઞાન અને રાગના આત્મા અને દેહના નિયત સ્વલક્ષણોની સૂમ અંતરંગ સંધિમાં પ્રજ્ઞા છીણીને સાધન કરીને પટકવાથી તેમને છેદી શકાય છે. એ રીતે બંધથી-રાગથી પોતાનો જુદો પરમાત્મા તત્વ અનુભવી શકાય છે. એના ઊંડા સંહાર પાડે તો આગામી ભવમાં પણ સ્વાનુભૂતિ થઈ જાય
૮. સાચો માર્ગ લે તો ફળ આવે!
જાગો...જાગો..ચેતન્ય પ્રભુ ઝટ જાગો! વારંવાર આવા હિતની શિખામણ દેનારા દુર્લભ છે. અવસર પામ્યા છો તો તેનો લાભ લઈ લો. નિમિત્ત તરીકે જ્ઞાની ગુરુનો ઉપદેશ મળ્યો છે તો આજે જ સ્વાનુભૂતિથી આત્માને
પ્રકાશીત કરો. હે ભવ્ય! તને નકામો કોલાહલ કરવાથી શું લાભ છે? એનાથી તું વિરામ પામ! પ્રભુ! વિરામ પામ! એક ચૈતન્યમાત્ર વસ્તુને પોતે નિશ્ચય થઈ અંતરમાં દેખ. આવો અને કહીએ છીએ એ રીતે છ મહિના આત્માને દેખવાનો અભ્યાસ કર. એમ કરવાથી પોતાના હદય સરોવરમાં દેહાદિથી-રાગાદિથી ભિન્ન તારા શુદ્ધ આત્માની ઉપલબ્ધિ-અનુભવ તને થશે જ. માટે હે ભવ્ય આત્માર્થી! તું ભય છોડ. નિઃશંક, નિર્ભય, નિર્ભર થા. અત્યાર સુધી જે કાંઈ કર્યું તે નિષ્ફળ ગયું તેનો આગ્રહ છોડી દે. ચૈતન્યના લક્ષ વગર જે પણ કાંઈ કર્યું તે સત્યથી વીપરીત હોય.