________________
l
નિજરસથી જ પ્રગટ થતો તે સમયસાર કેવો છે.
૧) : '
આદિ-મધ્ય અંતરહિત છે. અર્થાત અનાદિ અનંત ત્રિકાળ શાશ્વત નિત્ય વસ્તુ છે.
૨)
અનાકુળ છે. શ્રુતજ્ઞાનમાં જે વિકલ્પ ઉઠે છે તે આકુળતારૂપ છે. અને ભગવાન આત્મા નિરાકુળ આનંદ સ્વરૂપ છે. અતિન્દ્રય આંનદના સાગર પ્રભુ આત્મા છે.
કેવળ એક છે. આ દ્રવ્ય અને પર્યાય એવો ભેદ પણ જેમાં નથી એવો કેવળ એક છે. અનંત ગુણનો પિંડ પ્રભુ ગુણગુણીના ભેદથી રહિત અભેદ એકરૂપ ધ્રુવ વસ્તુ છે.
આખાય વિશ્વ ઉપર જાણે કે તરતો હોય એવો છે. એટલે રાગથી માંડીને આખાય લોકાલોકથી ભિન્ન વસ્તુ છે.
અખંડ પ્રતિભાસમય છે. સ્વ સંવેદના જ્ઞાનમાં જેવો પૂર્ણ સ્વરૂપ છે તેવો પ્રતિભા સમાન થાય છે. જિનસ્વરૂપ પરિપૂર્ણ આત્મા છે. એવો જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે. જેનાં ગુણ પર્યાયના ખંડ નથી, ભેદ નથી, ભંગ નથી એવો અભેદ આત્મા પરિપૂર્ણરૂપે જ્ઞાનમાં છે તે અખંડ પ્રતિભાએ છે. જ્ઞાનમાં અખંડનો પ્રતિભાસ થવો તે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન
છે.
અનંત વિજ્ઞાનઘન છે. તેમાં સૂક્ષ્મ રાગનો પણ કદી પ્રવેશ નથી એવા અનંત વિજ્ઞાનઘન સ્વરૂપ સમયસાર છે.
આવો પરમાત્માસ્વરૂપ સમયસાર છે. દ્વવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મથી ભિન્ન ચિસ્વરૂપ સદા સિધ્ધ સ્વરૂપ એવો પરમાત્મારૂપ સમયસાર છે.
આવા સમયસારને જ્યારે આત્મા વિકલ્પરહિત થઈને અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યફપણે શ્રધ્ધામાં આવે છે. અને જ્ઞાનમાં જણાય છે. તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કાંઈ અનુભવથી જુદાં નથી.
- આમ શુધ્ધનયનો પક્ષ નહી થવાથી જીવ અનંત કાળથી દુઃખી થઈ રહ્યો છે. શુધ્ધ નયનો ઉપદેશ પણ દેનાર કોઈ નથી. વ્રત કરો દયા પાળો એમ વ્યવહારનો ઉપદેશતો ઠામઠામ દેનારા છે, પણ ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય એક માત્રના આલંબનથી ધર્મ થાય છે. એમ ઉપદેશ કરનાર ક્યાંક છે, કદાચિત