________________
(૨૪)
૮.
આત્માનો સમ્યગ્દર્શનનો કાળ છે તે વખતે દર્શનમોહનીયના નાશ વગેરેનો કાળ છે. જ્ઞાનના ઉઘાડનો કાળ છે તે વખતે જ્ઞાનાવરણીયના ક્ષયોપશમનો કાળ છે. અને રાગાદિના અભાવનો કાળ છે તે વખતે ચારિત્રમોહનીયના નાશનો કાળ છે, પણ કર્મના કારણે તે સમ્યગ્દર્શન વગેરે નથી અને આત્માના પુરુષાર્થના કારણે કર્મનો નાશ નથી એમ સમજવું. આ માટે પાંચ સમવાયનો સિધ્ધાંત બરાબર સમજવા જેવો છે. કોઈપણ કાર્ય થાય ત્યારે આ પ્રમાણે પાંચ સમવાય હોય જ છે. ૧. સ્વભાવ - એમાં બે પ્રકાર - ત્રિકાળી ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન
પર્યાયમાં કાર્ય તે સમયની પર્યાયની ક્ષણિક યોગ્યતાથી થાય છે. ૨. નિમિત્તઃ- તે વખતે ત્યાં અનુકૂળ નિમિત્તની હાજરી હોય છે.
૧-સર્ભાવરૂપે કે ર-અભાવરૂપે ૩. પુરુષાર્થ:- તે વખતે જીવનો એવો જ પુરુષાર્થ સહજ હોય છે. ૪. નિયતિ અથવા ભવિતવ્યતાઃ- જે કાર્ય નિયત થવાનું હતું તે જ થયું છે. ૫. કાળલબ્ધિઃ - જે સમયે કાર્ય થવાનું તે જ સમયે થયું છે. તેને જ
કાળલબ્ધિ કહેવામાં આવે છે. તે એનો સ્વકાળ છે. ઘણા જીવોને સત્ સમજવાની અંતરથી તાલાવેલી થાય, ત્યારે સંસારમાંથી ઉન્નતિક્રમમાં આગળ વધેલા કોઈ જ્ઞાની તીર્થંકરપણે જન્મે તેમના નિમિત્તે જે લાયક જીવો હોય તે સત્યને સમજી લે-એવો મેળ સહજ થઈ જ જાય છે. તીર્થંકર કોઈ અન્ય માટે અવતાર લેતા નથી. (ગુરુદેવશ્રીના વચનામૃત બોલ નં ૧૧૯) ૧. દ્રવ્ય સ્વભાવની શુધ્ધતા અને પર્યાયમાં અશુદ્ધતા બંને હોવા છતાં જો
શુદ્ધ સ્વભાવ ઉપર દૃષ્ટિ નહિ કરે તો અશુદ્ધતાને જાણશે કોણ? ઉપાદાન અને નિમિત્ત બંને હોવા છતાં, ઉપાદાન તરફ વળ્યા વગર નિમિત્તનું યથાર્થ જ્ઞાન કરશે કોણ? શુદ્ધસ્વભાવ અને રાગ અથવા નિશ્ચય અને વ્યવહાર બંને હોવા છતાં નિશ્ચય દ્રવ્યસ્વભાવ તરફ દષ્ટિ કર્યા વગર વ્યવહાર કહેશે કોણ? નિર્મળ જ્ઞાન સ્વભાવ તરફના વલણ વગર સ્વ-પરને જાણવાનો વિવેક
ઊઘડશે નહિ. ૫. અભેદ સ્વભાવ તરફ ઢળવું તે જે એનેકાન્તનું પ્રયોજન છે. પરના નિમિત્તે ને પોતાની યોગ્યતાના કારણે જીવ પર્યાયમાં ભૂલ કરે તો જે રાગદ્વેષરૂપ ધુમાડો ઊઠે છે તે અશુદ્ધ ઊપાદાનથી થયેલી જીવની-જીવના વીતરાગ સ્વભાવ નામના ચારિત્રગુણની-અરૂપી વિકારરૂપ ઊંધી અવસ્થા છે. આ ક્ષણિક વિકારી અવસ્થાનો ચૈતન્ય સ્વભાવમાં પ્રવેશ નથી. જો કર્મ વગેરે પર નિમિત્ત વિના જ વિકાર થાય તો તે સ્વભાવ થઈ જાય, અને સ્વભાવ તો કદી ટળે નહિ. પરંતુ આ ભૂલ તો ક્ષણિક અવસ્થા પૂરતી છે અને તે ત્રિકાળી પરિપૂર્ણ સ્વભાવના ભાન વડે ટળે છે. જે ટળે તે સ્વભાવના ઘરનું કેમ કહેવાય? જે ત્રિકાળ સાથે રહે તે
૧૧.