________________
२५
કહે છે કે જે શેયતત્ત્વ છે જેટલી અને જ્ઞાયક પોતે એ બે’ ની શ્રધ્ધા જ્ઞેય અને જ્ઞાયકની એને નિશ્ચય સમ્યગ્દર્શન કહેવું એ જ્ઞાનપ્રધાન કથન છે.
નવતત્ત્વની શ્રધ્ધા છે એ સમ્યક્ આવે છે મોક્ષમાર્ગ પ્રકાશક એ જ્ઞાનપ્રધાન કથન છે. જ્ઞાયક ત્રિકાળ અને પર્યાય બેની શ્રધ્ધા એ જ્ઞાનપ્રધાન સમ્યગ્દર્શનનું કથન છે.
અહીંચા તો પર્યાય ને દ્રવ્ય ‘બે’ ની શ્રધ્ધા જ્ઞાન અનુભવ હોવા છતાં ઢષ્ટિ પર્યાય ઉપર રહેતી નથી, ટકતી નથી. અહીંયા એકલો જ્ઞાયકભાવ જે છે અવ્યક્ત અને જે પર્યાય છે વ્યક્તએ ‘બે’ નો અનુભવ હોવા છતાં દ્દષ્ટિ તો દ્રવ્ય ઉપર ઢળી ગયેલી છે. આ દર્શનપ્રધાન કથન છે. દર્શનમાં તો નિર્વિકલ્પતા છે એટલે દર્શનમાં તો ત્રિકાળી જ્ઞાયકને જ દૃષ્ટિમાં લીધો છે.
સમ્યગ્દર્શન થયું છે ત્રિકાળી જ્ઞાયક છે, તેને અનુભવમાં લીધો છે, પર્યાયઢષ્ટિ છોડી, રાગ ક્રુષ્ટિ છોડી, નિમિત્ત ધ્રુષ્ટિ છોડી અને ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ એને પોતા તરીકે માનવાનો, સત્તાનો સ્વીકાર, નિર્વિકલ્પ સમ્યગ્દર્શન છે છતાંય કહે છે કે પર્યાયમાં નિર્મળતા થઈ છે એનો ય અનુભવ છે અને જ્ઞાયક તરફનું લક્ષ છે માટે તેનો પણ અનુભવ છે, અનુભવની પર્યાય છે પણ એના તરફના જોરવાળી પર્યાય છે એનો અનુભવ છે.! છતાં ધર્મની દૃષ્ટિ પર્યાયથી ઉદાસ છે.
ત્રિકાળી ચૈતન્ય જ્યોત ભગવાન પરમાનંદ સ્વરૂપ એમ જિનેશ્વરનો પોકાર છે, એવી દષ્ટિ કરતાં એને પર્યાયમાં આનંદનો સ્વાદ આવે, એ સ્વાદ આવે એને અનુભવવું કહ્યું અને ત્રિકાળી વસ્તુને પણ લક્ષમાં લીધી માટે એને અનુભવે એમ કહેવામાં આવે. એ ‘બેય’ નો અનુભવ હોવા છતાં સાધકની દૈષ્ટિ વર્તમાન પર્યાયના અનુભવ પર ટકતી નથી. ત્રણ લોકનો નાથ જ્ઞાચકભાવ હું છું ત્યાં દ્દષ્ટિનું જોર છે.
સાધક જીવ ત્યારે કહેવાય કે ત્રિકાળી ચૈતન્યમૂર્તિ ભગવાન ઊપર ક્રુષ્ટિ પડી છે ને જેને આત્માનો સ્વાદ આવ્યો છે એ સ્વાદને અનુભવે છે અને ત્રિકાળીને પણ અનુભવે કેમ કે લક્ષ ત્યાં છે એ એટલે ધારા ધ્રુવની ધારા, પરિણતિમાં આવે છે, ધ્રુવ તો ધ્રુવમાં રહે છે, પણ ધ્રુવનું જોર થયું ઢષ્ટિમાં એથી જાણે ધ્રુવનો અનુભવ છે એમ કહેવામાં આવે છે.
વ્યક્તપણે ઉદાસીનપણે એટલે કે પર્યાયથી ઉદાસ છે. પર્યાયમાં ત્યાં ષ્ટિ થંભતી નથી. ઉદાસીન એટલે પર્યાયથી ઉદાસીન આસન છે, ને દ્રવ્ય પર તેની દૃષ્ટિ છે. દ્રવ્યસ્વભાવ ઊપર જેની દૈષ્ટિનું જોર છે.
મુમુક્ષુઃ- ‘અલિંગગ્રહણ’ના ૨૦ માં બોલમાં અને આમા શું ફેર છે ?
સમાધાન :- ત્યાં વીસમાં બોલમાં આત્માનું વેદન તે આત્મા છે, એટલું પણ ત્યાં દ્રવ્ય છે. અહીં એ દ્રવ્ય અનુભૂતિમાં છે પણ પર્યાય છે તે શુદ્ધનય છે. દ્રવ્યનો અનુભવ તે શુદ્ધનય છે અને શુદ્ધનયને અહીંયા આત્મા કહીએ. ત્યાં જે વેદનને આત્મા કીધું છે, અહીં અનુભૂતિને આત્મા કીધો છે.
મુમુક્ષુઃ- અનુભૂતિ અને વેદનમાં શું ફેર છે ?
સમાધાનઃ- એક જ વાત છે. ૨૦ બોલમાં આત્મા ત્રિકાળી દ્રવ્ય છે તેને એનું વેદન અડતું નથી. વેદન તો પર્યાયનું છે. અનુભૂતિ એ પર્યાયનું વેદન છે. આનંદનું વેદન એ પર્યાયનું છે. એ પર્યાયનું વેદન દ્રવ્યને અડતું નથી. કેમ કે દ્રવ્ય તે ધ્રુવ છે. પણ ધ્રુવના લક્ષે અનુભૂતિ થઈ, પણ અનુભૂતિ તે દ્રવ્યને અડતી નથી.
ઉપાદાન અને નિમિત્તની સ્વતંત્રતા
૧.
જેમ સ્ફટિક ઘોળું છે, છતાં કાળા અને લાલ ફૂલના સંબંધે કાળી અને લાલ ઝાંચ એમાં દેખાય છે, એ ઝાંય એની છે, એનામાં છે. પેલા ફૂલને લઈને નહીં. કાળા