________________
૨૦. અવ્યક્તના બોલ વિશેષ ચિંતવન
અવ્યક્તના ૪, ૫ અને ૬ બોલ
ચોથો :- ક્ષણિક વ્યક્તિમાત્ર નથી, એક સમયની પર્યાય જે વ્યક્તિ છે તેટલો ય આત્મા નથી. જે સમ્યગ્દર્શનની પર્યાય ત્રિકાળને પ્રતીત કરે છે તે સમ્યગ્દર્શનની પર્યાય ક્ષણિક છે, તે એમાં નથી. એનાથી ભિન્ન ભગવાન છે. જે પર્યાય જેનો નિર્ણય કરે છે, જે સમ્યગ્દર્શનની પર્યાય વ્યક્તિ છે, તે તેનો નિર્ણય કરે છે, અખંડ આનંદ કંદનો પણ તે વ્યક્તિ એટલો માત્ર આત્મા નથી. રાગ તો નથી, પર તો એમાં નથી પણ એની ક્ષણિક પર્યાય-મોક્ષમાર્ગની જે નિર્ણય કરે છે ક્ષણિક પર્યાય, એ નિર્ણય કરે છે પર્યાય-એટલો એ પોતે નથી. અહીંયા તો એમ કહે છે, પ્રભુ તુ રાગરૂપે તો નથી, પરરૂપે તો નથી, પણ ક્ષણિક વ્યક્તિમાત્ર પણ તું નથી. મોક્ષમાર્ગની પર્યાય છે, એ ક્ષણિક છે, કેવળજ્ઞાન પોતે ક્ષણિક છે, પછી આની વાત શું કરવી? એ ક્ષણિક વ્યક્તિ પ્રગટ દશારૂપ અસ્તિપણે છે તેટલું તારું સ્વરૂપ નથી, તેટલો તું અસ્તિ નથી. એક પર્યાયની અસ્તિપણે પ્રગટ છે, અસ્તિ છે, પણ તેટલું તારું સ્વરૂપ નથી (અસ્તિપણું નથી). પણ આ હું અસ્તિ તરીકે એટલો નથી, મારું અસ્તિત્વ તો તદ્દન ભિન્ન છે. એ સત્તાનો સાહેબો પોતાની સત્તા, ક્ષણિક સત્તાથી ભિન્ન રાખે છે. એવી અંતર ક્ષણિક સત્તા વ્યક્તિમાત્ર નથી એવો નિર્ણય કોણ કરે છે? એ નિર્ણય તો ક્ષણિક વ્યક્તિ જ કરે છે. અનિત્ય પર્યાય, નિત્યનો નિર્ણય કરે છે. નિત્યનો નિત્ય કોણ કરે? ક્ષણિક વ્યક્તિ એ અનિત્ય છે, એ ત્રિકાળ હું છું, આટલો નથી એમ નિર્ણય ક્ષણિક વ્યક્તિ કરે છે. “એવો મારગ વીતરાગનો ભાખ્યો શ્રી વીતરાગ.” ભલે, ક્ષણિક વ્યક્તિ અનંત છે વર્તમાન, અનંત છે ને? પણ એક સમયનું અસ્તિત્વ છે, એટલા અસ્તિત્ત્વ પૂરતો હું નથી, મારું અસ્તિત્વ પૂર્ણાનંદનું પૂર્ણ પૂરું અસ્તિત્વ છે, એ પર્યાયમાં આવતું નથી માટે તેને અવ્યક્ત કર્યું. વસ્તુ તરીકે વ્યક્તિ પ્રગટ જ છે. એવો હું પર્યાયની વ્યક્તિતાની અપેક્ષાએ અવ્યક્ત હું છું. પાંચમો બોલ :- “પ્રગટ પર્યાય અને અવ્યક્ત દ્રવ્ય બેનું એક સાથે જ્ઞાન હોવા છતાં તે વ્યક્તપણાને સ્પર્શતો નથી. વર્તમાન જે પર્યાય પ્રગટ છે અને ત્રિકાળી જ્ઞાચકસ્વરૂપ દ્રવ્ય અપ્રગટ નામ, પર્યાયની અપેક્ષાએ અપ્રગટ છે, પર્યાયમાં નથી આવ્યું, વસ્તુની અપેક્ષાએ પ્રગટ છે, એવું વ્યક્તિ જે પર્યાય અને અવ્યક્ત જે દ્રવ્ય તેનું એક સાથે જ્ઞાન હોવા છતાં તે દ્રવ્ય જે છે એ પર્યાયને સ્પર્શતું નથી. આત્મા શરીર, વાણી, કર્મને અડતો નથી, બીજા બધા પદાર્થ છે તેને અડતોય નથી, અડતો જ નથી ભિન્ન છે, પણ અહીં તો હવે એમ કહે છે કે એની જે પર્યાય છે, નિર્મળ વ્યક્તિ જે પર્યાય છે, સુખના પંથની જે પ્રગટ થઈ, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ એ વ્યક્તિ પર્યાય છે અને વસ્તુ અવ્યક્ત તે પર્યાયને અડતું નથી.
વ્યક્તપણું પ્રગટ અવસ્થાઓ અનંતી અને અવ્યક્તપણું ત્રિકાળી ધ્રુવ જે છે. પર્યાયમાં આવતું નથી એ અપેક્ષાએ અવ્યક્તપણું વ્યક્તિમાં આવતું નથી માટે અવ્યક્તપણું છે.
“એક ક્ષણિકમાત્ર વ્યક્તપણું અને અવ્યક્તપણું ભેળાં મિશ્રિત રૂપે તેને પ્રતિભાસવામાં આવતાં છતાં” જ્ઞાનમાં તો વ્યક્તપણું અને અવ્યક્તપણે બેય જ્ઞાન થાય છે, “જ્ઞાન” પ્રગટ દશા અને દશામાં આવ્યું નથી એવું અવ્યક્ત પ્રગટ વસ્તુ, બેયનું એક સમયમાં વ્યક્ત પર્યાયમાં જ્ઞાન હોવા છતાં તે, છતાં પણ એટલે કેમ કહ્યું? એ અવ્યક્ત