________________
(૨૫)
"
અને વ્યક્તનું જ્ઞાન તો બેચનું એક સાથે છે “આવું હોવા છતાં પણ વ્યક્તને સ્પર્શતું નથી દ્રવ્ય
(V. IMP)‘વર્તમાન જ્ઞાનની પર્યાયમાં પોતાની પર્યાયનો પ્રતિભાસ, અને બીજી પર્યાયનો પ્રતિભાસ, અને તે પર્યાયમાં ત્રિકાળી દ્રવ્યનો પ્રતિભાસ.’ વસ્તુ છે એ તો વસ્તુમાં રહી, પણ જેમ બિંબ છે સામે તેમ અરિસામાં પ્રતિબિંબ એ પ્રતિબિંબપણે છે એ અરીસો છે, અહીં બિંબ૫ણે એ નથી. એમ અહીં વ્યક્તપણે પર્યાય છે અને અવ્યક્તપણે વસ્તુ છે, એટલે કે આ પર્યાયમાં આવ્યું નથી માટે, એ બેનું એક ક્ષણે મિશ્રિત જ્ઞાન હોવા છતાં એ વ્યક્તને દ્રવ્ય સ્પર્શતું નથી. દ્રવ્ય સ્વભાવ પર્યાયને સ્પર્શતો નથી. એ જાણનારની પર્યાયને જાણનાર સ્પર્શતો નથી.
છઠ્ઠો બોલ :- હવે પોતાથી જે બાહ્ય અત્યંતર સ્પષ્ટ અનુભવાય રહ્યો હોવા છતાં, ભગવાન આત્મા પોતે પોતાથી જ, પરની અપેક્ષા વિના, રાગ ને નિમિત્તની અપેક્ષા વિના પોતે પોતાથી જ બાહ્ય નામ વ્યક્ત પર્યાય અને અત્યંતર અંતઃતત્ત્વ, એને સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં બે નો સાધકને પર્યાયનો ને દ્રવ્યનો પ્રત્યક્ષ અનુભવ હોવા છતાં પણ વ્યક્તપણા પ્રત્યે ઉદાસીન, પર્યાયમાં તેની ષ્ટિ ટકતી નથી. સાધકની દૃષ્ટિ પર્યાયમાં ટકતી નથી, ઢષ્ટિ દ્રવ્ય ત્રિકાળ ઉપર છે.
આ પર્યાય જે પ્રગટ છે, સમ્યગ્દર્શન જ્ઞાન આદિની સાધકની વાત છે, એ પર્યાય વ્યક્ત છે એ બાહ્ય છે અને અંતઃતત્ત્વ જે જ્ઞાયક ત્રિકાળી છે તે અત્યંતર છે, એ બેયનો સ્પષ્ટ અનુભવ બેચનો પ્રત્યક્ષ અનુભવ સાધકને છે, ધર્મીને, સમ્યગ્દષ્ટિને, ધર્મી જેને કહીએ, સમ્યગ્દષ્ટિ કહીએ, જ્ઞાની કહીએ તેને વર્તમાન પર્યાય અને ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ બેઉનો એક સાથે અનુભવ હોવા છતાં, પાંચમાં બોલમાં એમ કહ્યું હતું કે બેયનું એક સાથે જ્ઞાન હોવાં છતાં તે આત્માને સ્પર્શતી નથી. હવે અહીં એમ કહે છે વ્યક્ત જે પર્યાય બાહ્ય અને અત્યંતર તત્ત્વ જે જ્ઞાયક પૂર્ણાનંદ ધ્રુવ, બેનો એક સમયમાં સાધકને અનુભવ હોવા છતાં, સાધકની દૈષ્ટિ ત્યાં ટકતી નથી, પર્યાય ઉપર ટકતી નથી.
બાહ્ય એટલે વર્તમાન પ્રગટ પર્યાય ધર્મી જીવને, પ્રગટ પર્યાયનો અનુભવ અને અપ્રગટ અત્યંતર તત્ત્વનો પણ અનુભવ, અનુભવ શબ્દે અનુભવ તો પર્યાયમાં છે, પણ જ્ઞાયક તરફ વલણવાળી દશા, તે જ્ઞાયકનો અનુભવ અને પર્યાયનો અનુભવ એમ આવો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રત્યે ઉદાસીનપણે, પર્યાય પ્રત્યે તેની દૈષ્ટિ ટકતી નથી. સમક્તિની ક્રુષ્ટિ ટકતી તો ત્રિકાળ ઊપર જ જાય છે આમ, સાધકની દૈષ્ટિ, વર્તમાન પ્રગટ થયેલી નિર્મળ પર્યાયનો અનુભવ હોવા છતાં, અને ત્રિકાળીનો અનુભવ હોવા છતાં સાધકની દૃષ્ટિ વ્યક્તપણે ટકતી નથી, ઢષ્ટિ તો ત્યાં જાય છે, દ્રવ્ય સ્વભાવ, દ્રવ્ય સ્વભાવ, દ્રવ્ય સ્વભાવ... ઢષ્ટિ એ પર્યાય પર થંભતી નથી, ઢષ્ટિ તો આ બાજુ ઢળી ગઈ છે.
હજી તો સમ્યગ્દર્શન કેમ થવું એ પછી, સમ્યગ્દર્શન છે એ ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ છે પ્રભુ ધ્રુવ તેના આશ્રયે તેને અવલંબને સમ્યગ્દર્શન થાય નિશ્ચય. બીજી વાત છે કે એક પર્યાય બહિર્તત્ત્વ છે અને પરમાત્મા અંતર અત્યંતર તત્ત્વ છે, ‘બે’ ની શ્રધ્ધા એ પણ વ્યવહાર સમકીત છે એ રાગ છે એમ કહે છે. એ વિકલ્પ ને રાગ છે, વ્યવહાર સમકીત એટલે રાગ છે.
અહીં જે બહિર અને અત્યંતર કહ્યું ને એ બાહ્ય જે પર્યાય છે અને અત્યંતર જે તત્ત્વ છે એને અનુભવવા છતાં પર્યાયમાં ષ્ટિ નથી, એ દૅષ્ટિ ત્યાં જોર તો દ્રવ્ય ઊપર છે.
ત્રીજી રીતે જ્ઞેય છે અને જ્ઞાયક છે, પરજ્ઞેય છે અને સ્વજ્ઞાયક છે, ‘બે’ ની પ્રતીતિ તે નિશ્ચય સમ્યગ્દર્શન છે, એ જ્ઞાનપ્રધાન કથનશૈલી છે. પ્રવચન સાર ગાથા ૨૪૨ માં એમ