________________
ર૧૦
૨૭. (૨૭ થી ૩૦) વ્યાહારનય ભાખે છે કે – જીવ અને દેહ ખરેખર એક છે, પણ નિશ્ચયનયના અભિપ્રાય તો જીવ અને દેહ કદાપિ એક અર્થ નથી. જીવથી અન્ય એવા આ પુદ્ગલમય દેહને સ્તવી મુનિ માને છે કે માચથી કેવલી ભગવાન સ્તાયા અને વૃંદાયા. તે નિશ્ચયમાં યુક્ત નથી, કારણકે શીગુણો કેવલીના હોતા નથી, જે કેવલી ગુણોને સ્તવે છે, તે કેવલીતત્વને સ્તવે છે. નગરનું વર્ણન વામાં આવ્યું. જેમ ચજાનું વર્ણન થતું નથી. તેમ દેહગુણ સ્તવવામાં આવતાં કેવલીગુણોની-સ્તવના થતી નથી. પણ અટક ગામોમા ૩૧. જે ઇંદ્રિયોને જીતિને જ્ઞાન સ્વભાવથી અધિક એવા આત્માને જાણે છે, તેને જ નિશ્ચયે રીને જિતેન્દ્રિય તેઓ હે છે, કે જે સાધુઓ નિશ્ચયવંત છે.
૩૨. જે મોહને જીતીને જ્ઞાન સ્વભાવથી અધિક એવા આત્માને જાણે છે, તેને 'જિતમોહ' સાધુ પરમાર્થ વિજ્ઞાયકો કહે
છે.
૩૩. જીતમોહ સાધુનો ક્ષીણમોહ જ્યારે હોય, ત્યારે જ નિશ્ચય કરીને તે નિશ્ચયવિદોથી 'ક્ષીણમોહ' કહેવાય છે. ૩૪. કારણકે સર્વ ભાવોને '૫૨' એમ જાણીને ત્યજે (પચ્ચખે) છે. તેથી પ્રત્યાખ્યાન જ્ઞાન નિયમથી જાણવું. ૩૫. જેમ ખરેખર! સ્ફુટપણે કોઈપણ પુરુષ 'આ પદ્રવ્ય છે' એમ જાણી ત્યજી દે છે, તેમ સર્વ પરભાવોને જાણીને જ્ઞાની છોડી દે છે.
૩૬. માચે કોઈપણ મોહ છે નહિ, ઉપયોગ જ જણાય છે. હું એક છું, તેને મોહ નિર્મમત્વ સમયના વિજ્ઞાયકો જાણે છે. ૩૭. ધર્મ આદિ મારાં નથી, જે ઉપયોગ છે તે હું છું, એમ ધર્મે નિર્મમત્વ સિદ્ધાંતના જ્ઞાયકો કહે છે. ૩૮. હું નિશ્ચયથી એક, શુદ્ધ, દર્શન-જ્ઞાનમય, સદા અરૂપી છું; અન્ય કંઈ પણ પરમાણુ માત્ર મારું નથી જ.
અજીવ અધિકાર
૩૯. (૩૯ થી ૪૩) આત્માને નહિ જાણતા એવા મૂઢ ૫રમાત્વવાદીઓ કોઈ અધ્યવસાન જીવ છે એમ પ્રરૂપે છે, તથા કર્મ જીવ છે એમ પ્રરૂપે છે. બીજાઓ અધ્યવસાનમાં તીવ્ર–મંદ અનુભાગને જીવ માને છે, તથા બીજા વળી નોકર્મન જીવ માને છે. બીજા કર્મના ઉદયને જીવ કહે છે. તો વળી બીજા તીવ્રત્વ-મંદત્વ ગુણથી કર્માનુભાગને જીવ કહે છે. કોઈ જીવ કર્મ–ઉભય એ બંનેને જીવ કહે છે; અને બીજા કર્મોના સંયોગથી જીવ હોય છે એમ ક્વે છે. એમ બહુ પ્રકારના અલ્પમતિઓ (મિથ્યાત્વિઓ – દુર્બુદ્ધિઓ) પરને આત્મા કહે છે, પણ તે નિશ્ચયવાદીઓથી ૫રમાત્મવાદી'નિર્દિષ્ટ નથી અથવા પરમાર્થવાદી નિર્દિષ્ટ નથી અથવા પરમાર્થવાદી નથી એમ નિર્દિષ્ટ છે.
૪૪. આ સર્વ ભાવો કેવલી જિનોથી પુદ્ગલ દ્રવ્યના પરિણામોથી નિષ્પન્ન થયેલા કહેવામાં આવ્યા છે, તે 'જીવ' એમ
કેમ કહેવાય?
૪૫. આઠ પ્રકારનું પણ કર્મ સર્વ પુદ્ગલમય જિનો કહે છે, જે વિપાક પામી રહેલનું ફળ 'દુઃખ' એમ વ્હેવાય છે. ૪૬. આ સર્વ અધ્યવસાનાદિ ભાવો છે તે જીવ છે એવો જિનવોએ જે ઉપદેશ વર્ણવ્યો છે તે વ્યવહારનય દર્શાવ્યો છે. ૪૭. (૪૭ અને ૪૮) (જેમ કોઈ શજા સેના સહિત નીકળ્યો ત્યાં) 'આ ચજા નીક્ળ્યો' એમ આ જે સેનાના સમુદાયને
કહેવામાં આવે છે તે વ્યવહારથી કહેવામાં આવે છે, તે સેનામાં (વાસ્તવિકપણે) રાજા તો એક જ નીકળ્યો છે; તેવી જ રીતે અધ્યવસાન આદિ અન્યભાવોને '(આ) જીવ છે' એમ પરમાગમમાં કહ્યું છે તે વ્યવહાર કર્યો છે, નિશ્ચયથી વિચારવામાં આવે તો તેમનામાં જીવ તો એક જ છે.
૪૯. હૈં ભવ્ય તું જીવને સહિત, રૂપરહિત, ગંધરહિત, અવ્યક્ત (ઇટ્રિયોથી અગોચ૨) એવો, ચેતના જેનો ગુણ છે એવો, શબ્દરહિત કોઈ ચિહ્નથી જેનું ગ્રહણ નથી અને જેનો કોઈ આર કહેવાતો નથી એવો જાણ.
૫૦: (૫૦ થી ૫૫) જીવને વર્ણ નથી. ગંધ પણ નથી, રસ પણ નથી, સ્પર્શ પણ નથી, રૂપ પણ નથી. શરીર પણ નથી. સંસ્થાન પણ નથી, સંહનન પણ નથી. જીવને શગ પણ નથી, દ્વેષ પણ નથી, મોહ પણ વિદ્યાન નથી, પ્રત્યયો પણ નથી, કર્મ પણ નથી અને નોર્મ પણ તેને નથી, જીવને વર્ગ નથી, વર્ગણા નથી. બ્રેઈ સ્પર્ધકો પણ નથી, અધ્યાત્મસ્થાનો પણ નથી અને અનુભાગસ્થાનો પણ નથી, જીવને કોઈ યોગસ્થાનો પણ નથી અથવા બંધસ્થાનો પણ નથી. વળી ઉદયસ્થાનો પણ નથી, કોઈ માર્ગણાસ્થાનો પણ નથી, જવને સ્થિતિબંધસ્થાનો પણ નથી અથવા સંક્લેશસ્થાનો પણ નથી. વિશુદ્ધિસ્થાનો પણ નથી અથવા સંયમલબ્ધિસ્થાનો પણ નથી; વળી જીવને જીવસ્થાનો પણ નથી અથવા ગુણસ્થાનો પણ નથી; કારણ કે આ બધા પુદ્ગલદ્રવ્યના પરિણામ છે.
શ્રી સમયસાર...... ૨