________________
(૨૨)
૨. શેયતત્ત્વ-પ્રાપન ૩. પદાર્થ દ્રવ્યસ્વરૂપ છે: દ્રવ્યો ગુણાત્મક કહેવામાં આવ્યાં છે અને વળી દ્રવ્ય તથા ગુણોથી પર્યાયો થાય છે. પર્યાયમૂઢ
જીવો પરસમય (અર્થાત મિથ્યાષ્ટિ) છે. ૪. જે જીવો પર્યાયમાં લીન છે તેમને પરસમય કહેવામાં આવ્યા છે, જે જીવો આત્મસ્વભાવમાં સ્થિત છે તે સ્વસમય
-
જાણવા.
છે.
છે.
૯૫. સ્વભાવને છોડ્યા વિના જે ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યસંયુક્ત છે તથા ગુણવાળું ને પર્યાયસહિત છે, તેને દ્રવ્ય' કહે છે. ૭. સર્વકાળે ગુણો તથા અનેક પ્રકારના પોતાના પર્યાયો વડે તેમ જ ઉત્પાદ-વ્યય-ધોવ્ય વડે દ્રવ્યનું જે અસ્તિત્વ. તે
ખરેખર સ્વભાવ છે. ૭. ધર્મને ખરેખર ઉપદેશતા જિનવૃષભે આ વિશ્વમાં વિવિધ લક્ષણવાળાં દ્રવ્યોનું સત્' એવું સર્વગત લક્ષણ એક કહ્યું ૯૮. દ્રવ્ય સ્વભાવથી સિદ્ધ અને સત્ છે એમ જિનોએ તત્વતઃ કહ્યું છે. એ પ્રમાણે આગમ દ્વારા સિદ્ધ છે; જે ન માને તે
ખરેખર પરસમય છે. ૯. સ્વભાવમાં અવસ્થિત હોવાથી) દ્રવ્ય સત્ છેક દ્રવ્યનો જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સહિત પરિણામ તે પદાર્થોનો સ્વભાવ ૧૦૦. ઉત્પાદ ભંગ વિનાનો હોતો નથી અને ભંગ ઉત્પાદ વિનાનો હોતો નથી: ઉત્પાદ તેમ જ ભંગ ધોવ્ય પદાર્થ વિના હોતા
નથી. ૧૦૧. ઉત્પાદ, સ્થિતિ અને ભંગ પર્યાયોમાં વર્તે છે; પર્યાયો નિયમથી દ્રવ્યોમાં હોય છે. તેથી (તે) બધુંય દ્રવ્ય છે. ૧૦૨. દ્રવ્ય એક જ સમયમાં ઉત્પાદ, સ્થિતિ અને નાશ નામના અર્થો સાથે ખરેખર સમવેત (એકમેક) છે તેથી એ ત્રિક
ખરેખર દ્રવ્ય (જ) છે. ૧૦૩. દ્રવ્યનો અન્ય પર્યાય ઉત્પન્ન થાય છે અને કોઈ અન્ય પર્યાય નષ્ટ થાય છે. પરંતુ દ્રવ્ય તો નષ્ટ પણ નથી. ઉત્પન્ન પણ
નથી. (ધ્રુવ છે). ૧૦૪. સત્તા-અપેક્ષાએ અવિશિષ્ટપણે. દ્રવ્ય પોતે જ ગુણમાંથી ગુણાંતરે પરિણમે છે (દ્રવ્ય પોતે જ એક ગુણપર્યાયમાંથી
અન્ય ગુણપર્યાયે પરિણમે છે. અને તેની સત્તા ગુણપર્યાયોની સત્તા સાથે અભિન્ન છે), તેથી વળી ગુણપર્યાયો દ્રવ્ય જ
કહેવામાં આવ્યા છે. ૧૦૫. જો દ્રવ્ય (સ્વરૂપથી ૪) સત્ ન હોય તો - (૧) નક્કી તે અસત્ હોય: જે અસતું હોય તે દ્રવ્ય કેમ હોઈ શકે? અથવા
. (જો અસતુ ન હોયતો (૨) તે સત્તાથી અન્ય (દં) હોય! તે પણ કેમ બને?) માટે દ્રવ્ય પોતે જ સત્તા છે. ૧૦. વિભક્તપ્રદેશ– તે પૃથત્વ છે એમ વીરનો ઉપદેશ છે. અતભાવ (તે પણ નહિ હોવું તે) તે અન્યત્વ છે. જે તે-પણે
ન હોય તે એક કેમ હોય? ૧૦૭. 'સત્ દ્રવ્ય'. 'સત્ ગુણ' અને 'સનું પર્યાય' - એમ (સત્તાગણનો વિસ્તાર છે. તેમને પરસ્પર) જે તેનો અભાવ' ' અર્થાત્ 'તે–પણે હોવાનો અભાવ' છે તે '
તઅભાવ' એટલે કે 'અતભાવ' છે. ૧૦૮. સ્વરૂપ-અપેક્ષાએ જે દ્રવ્ય છે તે ગુણ નથી અને જે ગુણ છે તે દ્રવ્ય નથી: – આ અદ્ભાવ છે. સર્વથા અભાવ તે '
અતર્ભાવ નથી: આમ (જિતેંદ્રકાચ) દર્શાવવામાં આવ્યું છે. ૧૦૯. જે દ્રવ્યના સ્વભાવભૂત (ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક) પરિણામ છે તે સત્થી અવિશિષ્ટ (સતાથી જુદો નહિ એવો)
ગુણ છે. “સ્વભાવમાં અવસ્થિત હોવાથી) દ્રવ્ય સત્ છે' એવો જે (ગાથા લ્માં કહેલ) જિનોપદેશ તે જ આ છે. ૧૧૦. આ વિશ્વમાં ગુણ એવું કોઈ કે પર્યાય એવું કોઈ, દ્રવ્ય વિના હોતું નથી. અને દ્રવ્યત્વ તે ભાવ છે (અસ્તિત્વને ગુણ છે)
તેથી દ્રવ્ય પોતે સત્તા (અસ્તિત્વ) છે. ૧૧૧. આવું પૂર્વોક્ત) દ્રવ્ય સ્વભાવમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયો વડે સદ્ભાવસંબંદ્ધ અને અસદભાવસંબંઢ ઉત્પાદન
સદા પામે છે. ૧૧૨. જીવ પરિણમતો હોવાથી મનુષ્ય, દેવ. અથવા બીજું કાંઈ (તિર્યંચ. નાક કે સિદ્ધ) થશે. પરંતુ મુખ્યદેવદિક થઈને શું
તે દ્રવ્યપણાને છોડે છે? છોડયા વિના તે અન્ય કેમ હોય? (અર્થાત્ તે અન્ય નથી. તેનો તે જ છે). ૧૧૩. મનુષ્ય તે દેવ નથી, અથવા દેવ તે મનુષ્ય કે સિદ્ધ નથી. એમ ન હોતાં અનન્ય કેમ હોય? ૧૧૪. દ્રવ્યાર્થિક (નય) વડે સઘળું દ્રવ્ય છે અને વળી પર્યાયાર્થિક (નય) વડે તે (દ્રવ્ય) અન્ય-અન્ય છે. કારણ ક્ટ તે કાળે
તન્મય હોવાને લીધે દ્રવ્ય પર્યાયોથી) અનન્ય છે.
•
શ્રી પ્રવચન સાર..૫