________________
૧૩૭. જે રીતે તે આકાશપ્રદેરો છે, તે જ રીતે બાકીનાં દ્રવ્યોના પ્રદેશ છે અર્થાત્ જેમ આકાશના પ્રદેશો પરમાણરૂપી ગજવી
મપાય છે તેમ બાકીનાં દ્રવ્યોના પ્રદેશ પણ એ જ રીતે મપાય છે). પરમાણુ અપ્રદેલી છે તેના વડે પ્રદેશોભવ કહ્યો
છે.
૧૩૮. કાળ તો અપ્રદેરી છે. પ્રદેશમાત્ર પુદગલ-પરમાણુ આકાશ દ્રવ્યના પ્રદેશને મંદ ગતિથી ઓળંગતો હોય ત્યારે તે વર્તે છે " , " અર્થાત નિમિત્તભૂતપણે પરિણમે છે. ૧૩૯. પરમાણુ એક આકશ પ્રદેશને (મંદ ગતિથી) ઓળંગે ત્યારે તેના બચબર જે વખત તે સમય' છે; 'સમય'ની પૂર્વે
તેમ જ પછી એવો (નિત્ય) જે પદાર્થ છે તે કાળદ્રવ્ય છે; 'સમય' ઉત્પન્નäસી છે. ૧૪૦. એક પરમાણુ જેટલા આકાશમાં ઠે તેટલા આકરાને આકાશપ્રદેશ' એવા નામથી કહેવામાં આવ્યું છે, અને તે સર્વ
પરમાણુઓને અવકાશ દેવાને સમર્થ છે. ૧૪૧. દ્રવ્યોને એક, બે. ઘણા. અસંખ્ય અથવા અનંત પ્રદેશો છે. કાળને "સમચો છે. ૧૪૨. જો કાળને એક સમયમાં ઉત્પાદ અને ધ્વસ વર્તે છે, તો તે કળ સ્વભાવે અવસ્થિત અર્થાત્ ધ્રુવ (ઠરે છે. ૧૪૩. એક એક સમયમાં ઉત્પાદ, ધોવ્ય અને વ્યય નામના અર્થો કળને સદાય હોય છે. આ જ કાણુનો અભાવ છે (અર્થાત્
આ જ કાળાણુના અસ્તિત્વની સિદ્ધિ છે). ૧૪૪. જે પદાર્થને પ્રદેશો અથવા એક પ્રદેશ પણ પરમાર્થે જણાતો નથી. તે પદાર્થને શૂન્ય જાણ – કે જે અસ્તિત્વથી અર્થાતર
ભૂત (અન્ય) છે.. ૧૪૫. સંપ્રદેશ પદાર્થો વડે સમાપ્તિ પામેલો આખો લોક નિત્ય છે. તેને જે જાણે છે તે જીવ છે કે જે સંસારદરામાં) ચાર
પ્રાણોથી સંયુક્ત છે. ૧૪૬. ઈન્દ્રિયપ્રાણ. બળપ્રાણ. આયુપ્રાણ તથા શ્વાસોચ્છવાસપ્રાણ એ (ચાર) જીવોના પ્રાણ છે. ૧૪૭. જે ચાર પ્રાણોથી જીવે છે. જીવશે અને પૂર્વે જીવતો હતો, તે જીવ છે. આમ છતાં પ્રાણો તો પુદગલદ્રવ્યોથી નિષ્પન્ન છે. ૧૪૮. મોહાદિક કર્મો વડે બંધાયો હોવાને લીધે જીવ પ્રાણોથી સંયુક્ત થઈ કર્મફળને ભોગવતાં અન્ય કર્મો વડે બંધાય છે. ૧૪૯. જો જીવ મોહ અને પ વડે જીવોના (સ્વ તથા પરજીવના) પ્રાણોને બાધા કઠે છે. તો પૂર્વે વ્હેલા જ્ઞાનાવરણાદિક કર્મો
વડે બંધ થાય છે. ૧૫૦. જ્યાં સુધી દેહપ્રધાન વિષયોમાં મમત્વ છોડતો નથી. ત્યાં સુધી કર્મથી મલિન આત્મા ફરી ફરીને અન્ય અન્ય પ્રાણો
ધારણ કરે છે. - ૧૫૧. જે ઇકિયાદિનો વિજય થઈને ઉપયોગ માત્ર આત્માને ધ્યાવે છે. તે કર્મો વડે રેજિત થતો નથી. તેને પ્રાણો કઈ રીતે
અનુસરે? તેને પ્રાણોનો સંબંધ થતો નથી). ૧૫૨. અસ્તિત્વથી નિશ્ચિત અર્થનો દ્રવ્યનો) અન્ય અર્થમાં દ્રવ્યમાં) ઊપજતો જે અર્થ (ભાવ) તે પર્યાય છે - કે જે
સંસ્થાનાદિ ભેદો સહિત હોય છે. ' ૧૫૩. મનુષ્ય. નાક, તિર્યંચ અને દેવ - એ નામ કર્મના ઉદયાદિકને લીધે જીવોના પર્યાય છે – કે જેઓ સંસ્થાનાદિ વડે અન્ય
અન્ય પ્રકારના હોય છે. ૧૫૪.જે જીવ તે પૂર્વોક્ત) અસ્તિત્વનિષ્પન્ન, ત્રણ પ્રકારે કહેલા, ભેદોવાળા દ્રવ્યસ્વભાવને જાણે છે. તે અન્ય દ્રવ્યમાં મોહ
પામતો નથી. ૧૫૫. આત્મા ઉપયોગાત્મક છે; ઉપયોગ જ્ઞાન-દર્શન ધેલ છે અને આત્માનો તે ઉપયોગ શુભ અથવા અશુભ હોય છે. ૧૫. ઉપયોગ જો શુભ હોય તો જીવને પુણ્ય સંચય થાય છે અને જો અશુભ હોય તો પાપ સંચય પામે છે. તેમના બન્નેના)
અભાવમાં સંચય થતો નથી. ૧૫૭.જે જિનેન્દ્રોને જાણે છે. સિદ્ધોને તથા અણગારોને (આચાર્ય. ઉપાધ્યાય અને સાધુઓને) કહે છે. જીવો પ્રત્યે અનુકંપાયુક્ત
છે. તેને શુભ ઉપયોગ છે. ૧૫૮. જેનો ઉપયોગ વિષય-કષાયમાં અવગાઢ (મસ) છે. કુસુતિ, કુવિચાર અને કુસંગતિમાં જોડાયેલો છે, ઉદા છે તથા
ઉન્માર્ગમાં લાગેલો છે. તેને તે અશુભ ઉપયોગ છે. ૧૫૯. અન્ય દ્રવ્યમાં મધ્યસ્થ થઈ હું અભોપયોગ રહિત થઈ તેમ જ શુભોપયુક્ત થયા વિના જ્ઞાનાત્મક આત્માને ધ્યાઉં છું. ૧૭૦. હું દેહ નથી. મન નથી. તેમ જ વાણી નથી. તેમનું કારણ નથી. કર્તા નથી. કરયિતા (ાવનાર) નો. કર્તાનો
અનુમોદક નથી. નકલ. દેહ મન અને વાણી પુદગલદ્રવ્યાત્મક (વીતરાગદેવે કહ્યાં છે અને તે દેહાદિ પુદ્ગલદ્રવ્ય પરમાણુઓનો પિંડ છે. ૧કર. હું પુદગલમય નથી અને તે પુદગલો મેં પિંડરૂપ કર્યા નથી તેથી હું દેહ નથી તેમ જ તે દેહનો કર્તા નથી.
. શ્રી પ્રવચન સાર...૭