________________
૨૫, જ્ઞાનોય-દ્વૈતનય - આમદ્રવ્ય જ્ઞાનયત, પરનાં પ્રતિબિંબથી સંયુક્ત દર્પણની માફક અનેક છે. જેમાં અનેક ચીજોનું પ્રતિબિંબ ઝળકતું હોય એ અરીસ પોતે અનેકરૂપ થયા છે તેમ જ્ઞાનમાં અનેક પ્રકારના પરશે ઝળકે છે– જણાય છે, ત્યાં જ્ઞાન પોતાના સ્વભાવથી જ અનેકરૂપ પરિણમ્યું છે, પરચો કાંઈ જ્ઞાનમાં નથી પેઠા.
૨૬, નિયતિનય - આત્મદ્રવ્ય નિયતિનયે નિયત સ્વભાવે ભાસે છે, જેમ ઉષ્ણુતા તે અગ્નિનો નિયત સ્વભાવ છે તેમ નિયતિને આત્મા પણ પોતાના નિયત સ્વભાવવાળો ભાસે છે. આત્મા ત્રિકાળ એકરૂપ સ્વભાવને અહીં નિયત સ્વભાવ કહ્યો છે, તે સ્વભાવને જોનાર નિયતનયથી જ્યારે જુઓ ત્યારે આત્મા પિતાને મૈતન્યસ્વભાવપણે એકરૂપ ભાસે છે.
૨૭. અનિયતિનય - આત્મદ્રવ્ય અનિયતિને અનિયત સ્વભાવે ભાસે છે, જેમ પાણીમાં ઉષ્ણતા નિયમિત નથી પણ અગ્નિના નિમિત્તે કયારેક તેમાં ઉષ્ણતા થાય છે તેમ અનિયતનયથી આત્મા રાગાદિ અનિયસ્વભાવપણું જણાય છે. પાણીને કાયમી સ્વભાવ ઠંડો છે તે નિયત છે, ને ઉષ્ણુતા તેના ઠંડા સ્વભાવથી વિપરીત દશા છે, તે ઉષ્ણુતા પાણીમાં કાયમ રહેનાર નથી તેથી અનિયત છે; તેમ આત્માની અવસ્થામાં રાગાદિ વિકારી ભાવે થાય છે તે કાયમી રહેનાર નથી પણ ક્ષણિક છે માટે તે અનિયત છે. આવું અનિયતપણું તે પણ આત્માને એક ધર્મ છે. '
- ૨૮ સ્વભાવનય - આત્મદ્રવ્ય સ્વભાવન સંરકારને નિરર્થક કરનારું છે;: જેમ તીર્ કાંટા સ્વભાવથી જ અણીવાળો છે, તેને કઇથી અણી કાઢવામાં આવતી નથી, તેમ આત્માને જ એકરૂપ સ્વભાવ છે ? તેમાં સંરકાર નિરુપયોગી છે. સ્વભાવનયથી જોતાં, આત્માને જે સ્વભાવ છે તેમાં કેઈના સંરકાર પડતા નથી. કે.
-
એક તરફ વિકારની ધારા અનાદિથી છે ને બીજી તરફ સ્વભાવસામર્થ્યની ધારા પણ અનાદિથી સાથે ને સાથે જ ચાલી રહી છે; વિકારની ધારા વખતે સ્વભાવસામર્થ્યની ધારા કાંઈ તૂટી નથી ગઈ, સ્વભાવસામર્થ્યનો કાંઈ અભાવ નથી થયો. પરિણતિ જ્યાં સ્વભાવસામર્થ્ય તરફ વળી ત્યાં જ વિકારની પરંપરાનો પ્રવાહ તૂટ્યો ને અધ્યાત્મપરિણતિની પરંપરા શરૂ થઈ, જે પૂરી થઈને સાદિ-અનંત કાળ રહેશે. ૧૧૧.
એક વાર પરને માટે તો મૃતકવત્ થઈ જવું જોઈએ. પરમાં તારો કાંઈ અધિકાર જ નથી. અરે ભાઈ! તું રાગને તથા રજકણને કરી શકતો નથી એવો જ્ઞાતાદ્રષ્ટા પદાર્થ છો. એવા જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવની દૃષ્ટિ કર. ચારે બાજુથી ઉપયોગને સંકેલીને એક આત્મામાં જ જા. ૧૧૨.