Book Title: Swanubhuti Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 303
________________ દુઃખ અને સુખ બંને દશામાં જે આત્માની સળંગતા ન હોય તો દુ:ખ ટાળીને સુખ પ્રગટયું તેને ભગવશે કોણ ? અને જે આત્મામાં ક્ષણિકતા ન હોય તો દુ:ખનો નાશ થઈને સુખ પ્રગટે કઈ રીતે ? માટે આત્મા ધ્રુવપણે નિત્ય ટકનારો હેવા છતાં ઉત્પાદ વ્યયપણે ક્ષણિક પણ છે. દ્રવ્યરૂપે સળંગ ટકીને ક્ષણે ક્ષણે નવી છે નવી પર્યાયપણે ઉપજે છે, ને જૂની પર્યાયથી નાશ પામે છે. ૨૦સર્વગતનય - સર્વગતનયથી જતા આત્મા ખુલ્લી રાખેલી આંખની માફક, સર્વવર્તી છે. જેમ ખુલ્લી આંખ બધા પદાર્થોમાં પહોંચી વળે છે તેમ આત્માનું જ્ઞાન સર્વ પદાર્થોમાં પહોંચી વળે છે તેથી આત્મા સર્વમાં વ્યાપક છે. ખરેખર આત્મા પોતાનું સ્વક્ષેત્ર છેડીને કાંઈ પરદ્રવ્યમાં પેસી જતો નથી, પણ તેના જ્ઞાન સામર્થ્ય વડે તે સર્વે પદાર્થોને જાણી લ્ય છે. તે અપેક્ષાએ તેને સર્વવ્યાપક કહ્યો છે. 101% 88 1989 1988 a8B%8B *911 BBIE BB: 18 88 1983 134 13) તે ૨૧. અસવંગતનય :- “સર્વવર્તી ધર્મની સાથે આત્મામાં એક “આત્મવર્તી ધર્મપણ છે, અસર્વગતનયથી જોતા આત્મા સર્વવર્તી નથી પણ આત્મવત છે. જેમ મીચલી આંખ પોતાનામાં જ રહેલી છે. તેમ અસર્વગતનયે આત્મા પિતામાં જ રહેલો છે, તેથી તે આત્મવર્તી છે. અહીં આત્માને “અસર્વગતનયથી આત્મવત' કહ્યો તેનો અર્થ “અલ્પશતા” નથી. મીચલી આંખનું દૃષ્ટાંત અલ્પજ્ઞતા બતાવવા માટે નથી આપ્યું પણ “આત્મવતપણું બતાવવા માટે આપ્યું છે. ૨૨, શૂન્યનય - આત્મદ્રવ્ય શૂન્યનેયે શૂન્ય (ખાલી) ઘરની માફક એકલું (અમિલિત) ભાસે છે. 8 @ાજેમ ખાલી ઘરમાં બીજું કોઈ ન હોય તેમ શૂન્યનયથી જોતા આત્મા પરથી તદ્દન ખાલી એકલે છે તે કઈ સાથે મળેલ નથી. આત્મામાં પરનો બિલકલ અભાવ છે એટલે પરથી આત્મા તદન ખાલી એકાકી છે જેમ ઘર ખાલી પડયું હોય તેમ આત્માનું ચૈતન્ય ઘર પરથી તદ્દન ખાલી છે. ચૈતન્ય ઘરમાં કોઈને પ્રવેશ નથી. છે વાન BB BBA BBA BalBee 98798908988288 BelaBB અહાહા! આખી દુનિયા ભુલાઈ જાય એવું તારું પરમાત્મતત્ત્વ છે. અરેરે! ત્રણ લોકનો નાથ થઈને રાગમાં રોળાઈ ગયો! રાગમાં તો દુઃખની જ્વાળા સળગે છે, ત્યાંથી દૃષ્ટિને છોડી દે! અને જ્યાં સુખનો સાગર ભર્યો છે ત્યાં તારી દૃષ્ટિને જોડી દે! રાગને તું ભૂલી જા! તારા પરમાત્મતત્ત્વને પર્યાય સ્વીકારે છે, પણ એ પર્યાયરૂપ હું છું એ પણ ભૂલી જા! અવિનાશી ભગવાન પાસે ક્ષણિક પર્યાયનાં મૂલ્ય શાં? પર્યાયને ભૂલવાની વાત છે ત્યાં રાગ ને દેહની વાત કયાં રહી? અહાહા! એક વાર તો મડદાં ઊભાં થઈ જાય એવી વાત છે, એટલે કે સાંભળતાં જ ઊછળીને અંતરમાં જાય એવી વાત છે. ૯૯.

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340