________________
૪૨. કિયાનય - આત્મદ્રવ્ય ક્રિયાને અનુષ્ઠાનથી પ્રધાનતાની સિદ્ધિ સધાય એવું છે. જેમ કોઈ અંધપુરુષને પત્થરના થાંભલા સાથે માથું ફોડવાથી માથામાંના લેડીને વિકાર દૂર થવાને લીધે આંખે ખૂલી જાય અને નિધાન પ્રાપ્ત થાય, તેમ ક્રિયાનયે અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ થાય એવો આત્મા છે. અનુષ્ઠાનની એટલે કે શુભની પ્રધાનતા કહી છે તે એમ બતાવે છે કે ગણપણે તે જ વખતે સભ્યશાનને વિવેક પણ વર્તે છે.
૪૩, જ્ઞાનનય - જ્ઞાનનયથી જોતાં, વિવેકની પ્રધાનતાથી સિદ્ધિ સધાય છે એવું આત્મદ્રવ્ય છે. જેમ કોઈ રત્નને પારખુ વેપારી ઘરના ખૂણામાં બેઠો હેય ને ભરવાડને મૂઠી ચણ આપીને તેની પાસેથી ચિંતામણી ખરીદી લે તેમ આત્મા વિવેક વડે એટલે કે સમ્યજ્ઞાન વડે ચૌતન્યચિતામણી ભગવાન આત્માને ઓળખીને તેમાં અંતર–એકાગ્રતા વડે ક્ષણમાત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરે છે. ત્યાં વિવેકની પ્રધાનતાથી એટલે કે સમ્યજ્ઞાનની પ્રધાનતાથી આત્માની સિદ્ધિ થઈ. એમ શાનનય જાણે છે. એકલા જ્ઞાનધર્મને માનવાથી મુકિત થઈ જતી નથી પણ જ્ઞાનની સાથે જ આનંદ વગેરે બીજા અનંતધર્મો આત્મામાં છે, એવા આત્મસ્વભાવની દષ્ટિ કરીને તેના અવલંબનથી જ મુકિત થાય છે. ત્યાં જ્ઞાનનય વખતે એમ કહેવાય કે વિવેકની પ્રધાનતાથી સિદ્ધિ થાય છે. પણ તે જ્ઞાનનય યાર હોય કે આખા આત્માની દ્રષ્ટિ થઈ હોય ત્યારે. આખા આભરવભાવના .સંપૂર્વકજ “જ્ઞાનનય સિદ્ધ થાય છે, તે સિવાય જ્ઞાનનય સિદ્ધ થતું નથી. '
૪૪. વ્યવહારનય - વ્યવહારનયથી જોતાં આત્મદ્રવ્ય બંધ અને મોક્ષને વિષે તને અનુસરનારૂ છે. જમ પરમાણુના બંધને વિષે તે પરમાણુ અન્ય પરમાણુ સાથે સંગ પામવારૂપ તને પામે છે, અને પરમાણુના એક્ષને વિષે –એટલે કે એક પરમાણુ છૂટો પડે તેમાં તે પરમાણુ બીજા પરમાણુથી છૂટા થવારૂપ I? દ્વતને પામે છે તેમ વ્યવહારનયથી આત્માના બંધને વિષે કર્મ સાથેના સંયોગની અપેક્ષા. આવતી હોવાથી દ્રત છે અને આત્માના મેલને વિષે કર્મના વિયોગની અપેક્ષા આવતી હોવાથી ત્યાં પણ દ્રત છે. બાકારના કારખાના નાના નાના નાના નાના
તત્ત્વવિચારમાં ચતુર ને નિર્મળ ચિત્તવાળો જીવ ગુણોમાં મહાન એવા સર્ગુરુનાં ચરણકમળની સેવાના પ્રસાદથી અંતરમાં ચૈતન્ય પરમતત્ત્વનો અનુભવ કરે છે. રત્નત્રય આદિ ગુણોથી મહાન એવા ગુરુ શિષ્યને કહે છે કે-પરમભાવને જાણ, પરથી ભલું-બૂરું માનવું છોડીને, દેહમાં રહેલું હોવા છતાં પણ દેહ અને શુભાશુભ રાગથી બિન નિજ અસંગ ચૈતન્ય પરમતત્ત્વને અંતરમાં દેખ. “આ જ હું છું-એવા ભાવભાસન દ્વારા ચૈતન્યનો અનુભવ થાય છે. શ્રીગુરુનાં આવાં વચનો દઢતાથી સાંભળીને નિર્મળ ચિત્તવાળો શિષ્ય અંતરમાં તદ્રુપ "પરિણમી જાય છે. આવી સેવા-ઉપાસના-ના પ્રસાદથી પાત્ર જીવ આત્માનુભૂતિ પ્રાપ્ત કરે છે. ૧૮૨.