________________
28aBBWDBBXDXD2X2K@BAEB
* ૪૩, કરણ શક્તિ – ભવતા ભાવના ભવનના સાધકતમપણામયી કરણશકિત છે. આ શકિતથી આત્મા પોતે જ પોતાના ભાવનું સાધન થાય છે. “ભવતો ભાવ” એટલે વર્તમાન વર્તતે ભાવ, તે કાર્ય છે. તે કાર્ય થવાનું ઉત્કૃષ્ટ સાધન આત્મા પોતે જ છે. સાધક આત્મામાં જે સમ્યગદર્શનાદિ નિર્મળ કાર્ય થાય છે તેને સાધકતમ આત્મા તેિજ છે. અહીં આત્માને “સાધકતમ' કહ્યો તેથી એમ ન સમજવું કે સાધક
અને સાધકતર કઈ બીજું હશે. અહીં સાધકતમ એ અનન્યપણું બતાવે છે. એટલે કે નિર્મળભાવનું સાધન છે એક આત્મા પોતે જ છે, તેનાથી ભિન્ન બીજુ કાઈ સાધન છે જ નહિ.
SAXXXXXXXXXX
૪૪, સંપ્રદાન શકિત - પતાવી દેવામાં આવતે જ ભાવ તેના ઉપેયપણામય સંપ્રદાન શકિત આત્મામાં છે આત્માનો એ સ્વભાવ છે કે પોતાના ભાવને પોતે જ ઝીલે છે, દ્રવ્ય સ્વભાવથી અપાતા કેવળજ્ઞાનાદિ નિર્મળભાવને ઝીલીને પિતામાં જ રાખવાની આત્મામાં શકિત છે. આત્મા પિતાની નિર્મળ પર્યાય પ્રગટ કરીને કોઈ બીજાને નથી આપતા, પણ પિતામાં જ રાખે છે, તે પિતાને જ નિર્મળપર્યાયનું દાન આપે છે, એવી આત્માની સંપ્રદાન શકિત છે. . - ૪૫. અપાદાન શકિત - ઉત્પાદ – વ્યયથી.. આલિંગિત ભાવના અપાય (–નાશ) થવાથી હાનિ નહિ પામતાં એવા પ્રાપણામયી અપાદાન શકિત છે. ઉત્પાદ વ્યયરૂપ ભાવે ક્ષણિક છે, તેને નાશ થઈ જાય છે છતાં આત્માને ધ્રુવ સ્વભાવ કાંઈ નાશ પામતો નથી, તે તો એવો ને એવો ટકી રહે છે, ને તે ધ્રુવ ટકતા ભાવમાંથી જ નવું નવું કાર્ય થાય છે. આ રીતે ધ્રુવપણે ટકીને નવું. નવું કાર્ય કરવાની આત્માની અપાદાન શકિત છે. આવી શક્તિના નિર્ણયમાં ધૃવસ્વભાવની દૃષ્ટિથી નિર્મળ નિર્મળ કાર્ય જ થાય છે.
જ્ઞાન અને રાગને લક્ષણભેદે સર્વથા જુદા પાડો તો જ સર્વજ્ઞસ્વભાવી શુદ્ધ જીવ લક્ષમાં આવી શકે. જેમ જે સંપૂર્ણ વીતરાગ થાય તે જ સર્વજ્ઞ થઈ શકે, તેમ જે સર્વ પ્રકારના રાગથી શાયકની ભિન્નતા સમજે તે જ સર્વજ્ઞસ્વભાવી આત્માને ઓળખી–અનુભવી શકે. એવી સાનુભવ ઓળખાણ કરનાર જીવો વિરલા જ છે. જેમ પાપભાવો શુદ્ધાત્માની સ્વાનુભૂતિથી બહાર છે, તેમ પુણ્યભાવો પણ બહાર જ રહે છે, સ્વાનુભૂતિમાં નથી પ્રવેશતા; અને તેથી જ તેમને “અભૂતાર્થ' કહ્યા છે. પુણ્ય-પાપ રહિત નિજ શુદ્ધ આત્માની–ભૂતાર્થ જ્ઞાયક સ્વભાવની–અંતરમાં દૃષ્ટિ થતાં સ્વાનુભૂતિ પ્રગટ થાય છે, અને તે જ સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન છે. પ૬.