Book Title: Swanubhuti Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 293
________________ CexIXSSXXSEXX edBX8ABABXQDXQDXC2I88%DB ' ૪૦, ક્રિયાશક્તિ - કાર અનુસાર થવાપણુરૂપ જે ભાવ તે–મયી ક્રિયા શક્તિ આત્મામાં છે. ૩૮ મી શક્તિમાં ભેદરૂપ કારો અનુસાર થતી વિકારી ક્રિયાથી રહિતપણું બતાવ્યું કે આ શક્તિમાં અભેદરૂપ છે શુદ્ધ કારક અનુસાર થતી નિર્મળ ક્રિયાથી સહિતપણું બતાવે છે. પોતાના સ્વભાવને જ અનુસરીને નિર્મળ ગી ભાવરૂપે થાય એવી ક્રિયાશક્તિ આત્મામાં છે પણ આત્મા પરની ક્રિયા કરે કે પરને અનુસરીને ક્રિયા કરે છે એવી તેની ક્રિયા શક્તિ નથી. પિતાના સ્વભાવનું અવલંબન રાખીને એક અવસ્થામાંથી બીજી નિર્મળ || અવસ્થારૂપે પરિણમે એવી ક્રિયાશક્તિવાળો આત્મા છે પણ આત્મા પલટીને પરભાવરુપ થઈ જાય એવી | તેની શક્તિ નથી. ૪૧. કર્મ શક્તિ - પ્રાપ્ત કરાતો એવો જે સિદ્ધરૂપ ભાવ તે-મયી-કર્મશક્તિ છે. પ્રાપ્ત કરાતો જી એ સિદ્ધરૂપ ભાવ એટલે નક્કી થયેલો ભાવ, સાબિત થયેલ ભાવ, પ્રગટેલો ભાવ તે આત્માનું કર્મ છે, ને જે Tી તે કર્મ રૂપે આત્મા પોતે થાય છે, એવી તેની કર્મશકિત છે. | ૪૨, કતૃત્વ શક્તિ - થવાપણુ રૂપ એ જે સિદ્ધરૂપ ભાવ તેના ભાવપણામયી કતત્વશકિત છે જ છે. આત્મામાં એક એવી કવત્વ શકિત છે એટલે પોતાના નિર્મળભાવને કર્તા પોતે જ થાય છે. પહેલાં ૨૧ મી - છેઅતૃત્વ શકિતમાં એમ બતાવ્યું હતું કે જ્ઞાતાસ્વભાવથી જુદા જે સમસ્ત વિકારી પરિણામો તેના કર્તાપણાથી છે. | નિવૃત્ત સ્વરૂપ આત્મા છે અને હવે, શાતાસ્વભાવ સાથે એકમેક જ અવિકારી પરિણામે તેને કર્તા આત્મા છે છે- એમ આ કર્તવશકિત બતાવે છે. આ રીતે આ ભગવાન આત્મા વિકારને અર્તા ને શુદ્ધતાને કર્તા | સ્વભાવવાળો અનેકાન્ત મૂર્તિ છે. ક્રોધાદિ થવા કાળે, કોઈ પણ જીવ પોતાની હયાતી વિના “આ ક્રોધાદિ છે' એમ જાણી શકે જ નહિ. પોતાની વિદ્યમાનતામાં જ તે ક્રોધાદિ જણાય છે. રાગાદિને જાણતાં પણ “જ્ઞાન....જ્ઞાન...જ્ઞાન' એમ મુખ્યપણે જણાવા છતાં “જ્ઞાન તે હું એમ ન માનતાં, જ્ઞાનમાં જણાતા “રાગાદિ તે હું એમ, રાગમાં એકતા બુદ્ધિથી, જાણે છે—માને છે, તેથી તે મિથ્યાષ્ટિ છે. ૪૭. છે આ સમયસાર શાસ્ત્ર આગમોનું પણ આગમ છે; લાખો શાસ્ત્રોનો નિચોડ એમાં રહેલો છે; જૈન શાસનનો એ સ્તંભ છે; સાધકની એ કામધેનુ છે; કલ્પવૃક્ષ છે; ચૌદ પૂર્વનું રહસ્ય એમાં સમાયેલું છે. એની દરેક ગાથા છઠ્ઠા-સાતમાં ગુણસ્થાને ઝૂલતા મહામુનિના આત્મઅનુભવમાંથી નીકળેલી છે. ૪૧.

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340