________________
||||8
E 34 desecededeceasedessedeesaage 333333333333333333333sing
૪૬. અધિકરણ શક્તિ - ભાવ્યમાન ભાવના આધારપણામયી એવી અધિકરણ શકિત આત્મામાં છે. તેથી આત્મા પોતે જ પોતાના સમ્યગદર્શન–જ્ઞાન-ચરિત્રરૂપ ધર્મને આધાર છે. બીજા કોઈ આધાર નથી. આત્મામાં એવી અધિકરણ શકિત છે કે પોતે જ પોતાના ધર્મને આધાર થાય છે, બીજા કોઈ ભિન્ન આધારની તેને જરૂર પડતી નથી. સમ્યગદર્શન-શાન–ચારિત્રરૂપ ભાવ તે ધર્મ છે; અને તે ભાવનું કાવન (–પરિણમન) આત્માના આધારે થાય છે, કોઈ બીજા આધારે થતું નથી, તેથી આત્મા જ તેનું અધિકરણ છે.
૪૭, સંબંધ શક્તિ – સ્વભાવમાત્ર સ્વ–સ્વામિત્વમથી સંબંધ શકિત આત્મામાં છે. સમ્યગદર્શનજ્ઞાન આનંદરૂપ જે પિતાને ભાવ છે તે જ આત્માનું સ્વધન છે, ને તેને જ આત્મા સ્વામી છે. એ સિવાય બીજુ કાંઈ આત્માનું સ્વનથી ને આત્મા તેને સ્વામી નથી.
|8||88184433 434x:xx
sissyGESSIEGE3E3%essssssssssssssssssssss: 1:31:3E
સહજ જ્ઞાન ને આનંદ આદિ અનંત ગુણસમૃદ્ધિથી ભરપૂર જે નિજ જ્ઞાયક તત્ત્વ છે તેને અધૂરા, વિકારી ને પૂરા પર્યાયની અપેક્ષા વગર લક્ષમાં લેવું તે દ્રવ્યદૃષ્ટિ છે, તે જ યથાર્થ દૃષ્ટિ છે. શ્રુતજ્ઞાનના બળ વડે પ્રથમ જ્ઞાનસ્વભાવ આત્માનો બરાબર નિર્ણય કરીને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના વ્યાપારને આત્મસન્મુખ કર્યો તે વ્યવહાર છે,–પ્રયત્ન કરવો તે વ્યવહાર છે. ઇન્દ્રિયો ને મન તરફ રોકાતું તથા ઓછા ઉઘાડવાળું જે જ્ઞાન તેના વ્યાપારને સ્વ તરફ વાળવો તે વ્યવહાર છે. સહજ શુદ્ધપારિણામિકભાવ તો પરિપૂર્ણ એકરૂપ છે; પર્યાયમાં અધૂરાશ છે, વિકાર છે, માટે પ્રયાસ કરવાનું રહે છે. પર્યાયદૃષ્ટિએ સાધ્યસાધકના ભેદ પડે છે. પર્યાયદૃષ્ટિએ વિકાર ને અધૂરાશ છે; તેને તત્ત્વદૃષ્ટિના જોરપૂર્વક ટાળીને સાધક જીવ અનુક્રમે પૂર્ણ