________________
૧૧૫. દ્રવ્ય કોઈ પર્યાયથી “અસિ' કોઈ પર્યાયથી 'નાસિ' અને કોઈ પર્યાયથી "અવક્તવ્ય: છે; વળી કોઈ પયયથી
"અસ્તિ-નાસ્તિ' અથવા કોઈ પર્યાયથી અન્ય ત્રણ ભંગરૂપ કહેવામાં આવે છે. ૧૧૭. (મનુષ્યાદિ પર્યાયોમાં) "આ જ' એવો કોઈ (શાશ્વત પર્યાય) નથી (કારણ કે સંસારી જીવને) સ્વભાવનિષ્પન્ન ક્રિયા
નથી એમ નથી; (વિભાવસ્વભાવથી નીપજતી રાગદ્વેષમય ક્રિયા અવશ્ય છે. અને જો પરમધર્મ અળ છે તો ક્રિયા જરૂર અફળ નથી (એક વીતરાગ ભાવ જ મનુગાદિપર્યાયરૂપ ફળ હપજવતો નથી."ચગષમય ચિતોઅવાય તે
ળ ઉપજાવે છે). ૧૭. ત્યાં નામ સંજ્ઞાવાળું કર્મ પોતાના સ્વભાવ વડે જીવના સ્વભાવનો પરાભવ કરીને મનુષ્ય. તિયચ. નારક અથવા દેવ
. (એ પર્યાયોને) કરે છે. ૧૧૮. મનુષ્ય. નાક, તિર્યંચ ને દેવરૂપ છવો ખરેખર નામકર્મથી નિષ્પન્ન છે. ખરેખર તેઓ પોતાના કર્મરૂપે પરિણમતા ન હોવાથી તેમને સ્વભાવની ઉપલબ્ધિ નથી. ૧૧૯. ક્ષણે ક્ષણે ઉત્પાદ ને વિનાશવાળા જીવલોકમાં લેઈ ઉત્પન્ન થતું નથી ને નાશ પામતું નથી. કારણ કે જે ઉદ્દભવ છે તે જ
વિલય છે; વળી ઉદભવ અને વિલય એમ તેઓ અનેક ભિન્ન) પણ છે. ૧૨૦. તેથી સંસારમાં સ્વભાવથી અવસ્થિત એવું કોઈ નથી (સંસારમાં કોઈનો સ્વભાવ કેવળ એકરૂપ હેવાનો નથી); સંસાર
તો સંસરણ કરતા દ્રવ્યની ક્રિયા છે. ૧૨૧. કર્મથી મલિન આત્મા કર્મસંયુક્ત પરિણામને (દ્રવ્યકર્મના સંયોગે થતા અશુઢ પરિણામને) પામે છે, તેથી કર્મ ચોંટે છે
(દ્રવ્યકર્મ બંધાય છે); માટે પરિણામ તે કર્મ છે. ૧૨૨. પરિણામ પોતે આત્મા છે, અને તે જીવમયી ક્રિયા છેદિચાને કર્મ માનવામાં આવી છે; માટે આત્મા દ્રવ્યકર્મનો ક્ત તો
નથી. ૨૩. આત્મા ચેતનારૂપે પરિણમે છે, વળી ચેતના ત્રણ પ્રકારે માનવામાં આવી છે અને તેને જ્ઞાન સંબંધી, કર્મ સંબંધી અથવા
કર્મના ફળ સંબંધી – એમ કહેવામાં આવી છે. ૧૨૪. અવિલ્પ (સ્વ-પર પદાર્થોનું ભિન્નતાપૂર્વક યુગપદ્ અવલાસન) તે જ્ઞાન છે. જીવ વડે જે ક્યતું હોય તે કર્મ છે. તે
અનેક પ્રકારનું છે; સુખ અથવા દુઃખ તે કર્મફળ કહેવામાં આવ્યું છે. ૧૨૫. આત્મા પરિણાત્મક છે. પરિણામ જ્ઞાનરૂપ. કર્મરૂપ અને કર્મફળરૂપ થાય છે. તેથી જ્ઞાન કર્મ અને કર્મફળ આત્મા છે એમ
જાણવું. ૧૨૭. શ્રમણ 'કર્તા. કરણ. કર્મ અને કર્મફળ આત્મા છે' એવા નિશ્ચયવાળો થઈ અન્યરૂપે ન જ પરિણમે, તો તે શુદ્ધ
આત્માને ઉપલબ્ધ ક્યું છે.' ૧૨૭. દ્રવ્ય. જીવ અને અજીવ છે. ત્યાં ચેતના-ઉપયોગમય (ચેતનામય તથા ઉપયોગમય) તે જીવ છે અને પુદગલ દ્રવ્યાદિક
અચેતન દ્રવ્યો તે અજીવ છે. ૧૨૮. આકારામાં જે ભાગ જીવ ને પુદ્ગલથી સંયુક્ત તથા ધનિક. અધર્માસ્તિકાય. ને કળથી સમૃદ્ધ છે. તે સર્વ કાળે
લોક છે. ૧૨૯. પુદગલ જીવાત્મક લોકને પરિણામ દ્વારા અને સંપાત વા ભેદ દ્વારા ઉત્પાદ, બોવ્ય ને વિનાશ થાય છે. ૧૩). જે લિંગો વડે દ્રવ્ય જીવ અનેં અજીવ તરીકે જણાય છે. અતભાવવિશિષ્ટ (દ્રવ્યથી અતદભાવ વડે ભિન્ન એવા) મૂર્ત
અમૂર્ત ગુણો જાણવો. . ઈદ્રિયગ્રાહ્ય એવા મૂર્ત ગુણો પુદગલદ્રવ્યાત્મક અનેકવિધ છે; અમૂર્ત દ્રવ્યોના ગુણો અમૂર્ત જાણવા. ૧૩૨. વર્ણ. રસ, ગંધ ને સ્પર્શ (એ ગુણો) સૂક્ષ્મથી માંડીને પૃથ્વી પર્વતના (સર્વ) પુદ્ગલને હોય છે, જે વિવિધ પ્રકારનો
રાદ તે પુદગલ અર્થાત પોગલિક પર્યાય છે. ૧૩૩. (૧૩૩ અને ૧૩૪) આકાશાનો અવગાહ, ધર્મદ્રવ્યનો ગમનહેતુત્વ અને વળી અધર્મદ્રવ્યનો ગુણ સ્થાનકારણતા છે, કાળનો
ગુણ વર્તના છે, આત્માનો ગુણ ઉપયોગ કહ્યો છે. આ રીતે અમૂર્ત દ્રવ્યોના ગુણો સંક્ષેપથી જાણવા. ૧૩૫. જીવો. પુદગલકાયો, ધર્મ, અધર્મ અને વળી આકાશ સ્વપ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાત અર્થાત્ અનેક છેમળને પ્રદેશો
નથી.
૧૩૬. આકાશ લોકલોકમાં છે, લોક ધર્મને અધર્મથી વ્યાપ્ત છે. બાકીનાં બે દ્રવ્યોનો આશ્રય કરીને કાળ છે. અને તે બાકીનાં બે
દ્રવ્યો જીવો ને પુદગલો છે.
શ્ર પ્રવચન સાર...૩